________________ દેહ છતાં જેની દશા 141 માણ્યું છે તે જ તેઓ કહે છે. કે જીવે દેહાદિનાં સુખ-દુઃખના અનુભવે તે અનંત ભૂતકાળમાં અનંત વાર કર્યા પણ તેનાથી કંઈ જ જીવનું સર્યું નહીં. એ બધા જ અનુભવે ક્ષણિક અને નાશવંત ! એક વખત જે આત્માને અનુભવ થઈ જાય તે તેની પાસે દેહ-સુખનાં અનંત અનુભવે તુચ્છ. એક વખત સ્વાનુભૂતિમાં સ્થિર થઈ જવાય તો બસ, પછી બહાર નીકળવાનું નામ જ ન લઈએ. પછી આ દેહને ગમે તે થાય. કઈ શીતળ ચંદનનો લેપ કરે તે પણ ભલે અને એક સાથે સેંકડે વીંછીઓ ડખે તે પણ ભલે. અખંડ આત્માનુભૂતિમાં લીન થઈ ગયેલ આત્માને દેહના એ સુખદુઃખના અનુભવે તે તદ્દન નગણ્ય એ તરફ લક્ષ્ય જાય જ નહીં. આત્માનભવની મસ્તી જ કઈ જુદી હોય. તેથી તેવા અનુભવી પુરુષે આપણને કહે છે કે દેહની વર્ગણાને છેડે. આત્માને દેહમાં રહેવું તે પડશે પણ દેહની વર્ગણ નહીં રાખે તો એ દેહમાં હોવા છતાં, દેહથી પર થઈ પિતાની મસ્તીમાં મસ્ત હશે. જ્યાં સુધી નાળિયેરની અંદર રહેલ ટોપરૂં કાચલીની સાથે વર્ગણાથી જોડાયેલું છે ત્યાં સુધી પોતાના સ્વતંત્ર અસ્તિત્વને પ્રગટ કરી શકતું નથી પણ કાચલીની સાથેની વર્ગણ તેડી નાખી વર્ગણાને રસ સૂક્વી નાખ્યો કે તે કાચલીની અંદર પેક હોય છતાં બહારના જગતને પિતાના સ્વતંત્ર અસ્તિત્વનાં દર્શન કરાવી શકે. ગડગડીયું નાળિયેર હાથમાં લઈ ખખડાવો એટલે ગોટો અંદર અલગ છે તેની ખબર પડ્યા વિના ન રહે. બસ, આમ જ દેહની અંદર રહેવા છતાં જેણે દેહની વર્ગણા ત્યાગી દીધી છે તે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને અનુભવે છે. એ દશા જ દેહાતીત દશા. પિતાના શુદ્ધ ચિપ ત્રિકાળી સ્વરૂપનો અખંડ અનુભવ વત્યે જાતે હોય. આત્માને જ્ઞાયક ભાવ માત્ર પોતાના સંવેદનમાં જ હોય. એવી દશા જેણે પ્રાપ્ત કરી તે જ જ્ઞાની. એવા જ્ઞાની પરમાત્મા શ્રી અરિહંત દેવના ચરણોમાં શ્રીમદ્જી અગણિત વંદન કરે છે. પ્રથમ મંગલ આત્માના અંતરાત્મભાવને વંદન કરી, કર્યું અને અંતિમ મંગલ પરમાત્મભાવને વંદન કરી, કરે છે. કેટલાં વંદન ? શત નહીં, સહસ નહીં, લક્ષ નહીં, કેટી નહીં પણ અગણિત! પ્રત્યે ! આપની વિભૂતિ અનંત, આપને વંદન અનંત! અનંત વંદન ક્યારે થાય? અંતરને અહં સર્વથા ગળી ગયા હોય ત્યારે જ !