________________ એક ચિંગારી વેતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યક્દર્શન. સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જેઓ કરી ગયા તે જ સિદ્ધિ ને પામી ગયા. આ આરાધના વિના સિદ્ધિની પ્રાપ્તિ નથી. એવા સિદ્ધિનાં માર્ગનું આપણે પણ અનુસરણ કરવું છે, તે માર્ગ પર ચાલવું છે અને સિદ્ધિને પ્રાપ્ત કરવી છે. સિદ્ધિ માટે થતી સાધનાની અત્યંત પ્રબળતા આત્મા પર લાગેલ અનંત-અનંત કર્મોની નિર્જરા કરી આત્માને સર્વથા શુદ્ધ બનાવે છે. આવી શુદ્ધિને અર્થે, આરાધના કરી શકીએ એ હેતુથી જ આપણું પૂર્વાચાર્યોએ લેકેત્તર પર્વોનું પ્રતિપાદન કર્યું છે. આજથી શરૂ થતાં આ પર્વ જેને આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વ કહીએ છીએ, તે લેકેસ્તર પર્વ છે. કેઈપણ પ્રકારની લૌકિક એષણાઓથી મુક્ત, ભૌતિક ઈરછાઓથી મુક્ત, સાંસારિક કામનાઓથી મુક્ત, માત્ર આત્માની શુદ્ધિ અને પછી સિદ્ધિ આ એક જ ધ્યેયથી આ પર્વની આરાધના કરવાની છે. આ દિવસમાં આપણે, આપણાં આસન્ન ઉપકારી શાસનપતિ, ત્રિલેક પૂજ્ય, ચરમ તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરને યાદ કરીએ છીએ. જેઓ સ્વયં રત્નત્રયની આરાધના કરી સિદ્ધિને પામી ગયા અને આપણને એ અમૂલ્ય વારસો આપતા ગયા. એ પ્રભુનાં મહાવીરરૂપ ને જ આપણે જાણીએ છીએ. પણ મહાવીર બનતાં પહેલાં તેઓને શું શું સહેવું પડયું? મહાવીર થવા માટે કેટલું મૂલ્ય ચૂકવવું પડ્યું? તે નથી જાણતા. જેને કંઈક બનવું છે તેને ભાગ-૩-૧૦