________________ 148 હું આત્મા છું ઘણું-ઘણું કરવું પડે છે. કષ્ટો વેઠવા પડે છે. આ વિશ્વની વંદનીય વિભૂતિ એમ ને એમ નથી બની જવાતું. અરે ! બંધુઓ ! વ્યવહારિકતાને વિચાર કરીએ તે પણ સંસારમાં જેને મહાન બનવું છે. કંઈક પ્રાપ્ત કરવું છે તેને પણ કેટલે પુરુષાર્થ કરે પડે છે? ઘરમાં નકામા થઈ બેઠા રહે, મેટી-મોટી વાત કર્યા કરે તેથી મોટા થવાતું નથી. એ જ રીતે અધ્યાત્મ માર્ગે કંઈક પ્રાપ્ત કરવા અંતર પુરુષાર્થ કરવો જ પડે છે. પ્રભુ મહાવીર, મહાવીર બન્યા તે પહેલાંના તેઓનાં 26 ભવેને ઈશું તે ખ્યાલ આવશે કે તેઓ ક્યાં હતા અને કયાં પહોંચ્યાં? ત્યાં પહોંચતા વચમાં કેવા-કેવા માગે કષ્ટ સહન કર્યા તે પછી જ પિતામાં પડેલ પરમાત્માદશાને એ પ્રગટ કરી શક્યા ? બંધુઓ ! જૈન પરંપરા કહે છે કે પ્રત્યેક આત્મામાં પરમાત્મ થવાની શકિત પડી છે. પુરુષાર્થ કરે તે તમે પણ પરમાત્મા બની શકે છે. અનંત સિદ્ધની કેટીમાં બેસી શકે છે. પરમાત્મદશાનું બીજ છે, સમ્યગ્ગદર્શન. તમે જાણતા હશે કે આપણું ઈતિહાસમાં, ચોવીશ તીર્થકરમાંના અમુક તીર્થંકરના ભૂતકાળનાં ભવેની વાતે આવે છે તેમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના તેર ભવ, બાવીશમાં તીર્થકર ભગવાન નેમનાથનાં નવ ભવ, ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથનાં દશ ભાવ અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનાં ર૭ ભ માનવામાં આવે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે જૈન પરંપરા કેઈપણ જીવનું અસ્તિત્વ અનાદિકાળથી માનવાની સાથે તેનાં અનંત ભવેની ગણતરી કરે છે. કેઈ પણ જીવ આ વિશ્વમાં એ નહીં હોય કે જેણે પ-૧૦-૧૫ ભવ કર્યા હોય. પ્રત્યેક જીવે અનંત ભૂતકાળમાં અનંત ભ કર્યા છે. તે પછી આ નવ, દસ આદિ ભવેની ગણતરી કઈ દૃષ્ટિએ? ઉત્તર એ છે કે જે ભવમાં જીવ પ્રથમ સમ્યગુરુ દર્શનને પામે છે તે ભવથી આત્મ-સાધનાને પ્રારંભ થાય છે. અને મોક્ષ પામે છે. ત્યાં સાધનાની પૂર્ણાહુતિ થાય છે. આ પ્રારંભ અને પૂર્ણાહૂતિ વચ્ચેના સમયગાળામાં એ જીવનાં જેટલા ભવ થાય, એટલા જ ભવ સાધનાની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેથી એ ભવેની ગણતરી થાય છે.