________________ એક ચિનગારી 149 આરાધના કરી મોક્ષે પધાર્યા. તે વચ્ચે તેઓનાં ર૭ ભ થયા છે તેથી ર૭ ભવેની ગણતરી થાય છે. પ્રભુ મહાવીર, મહાવીરનાં ભવથી પશ્ચાનુપૂવી એ સતાવીશમાં ભવમાં અર્થાત્ પ્રથમ ભાવમાં પશ્ચિમ મહાવિદેહની મૂકા નગરીમાં નયસાર નામના સુથાર હતાં. ગામના મુખી હતા. સાથે સગુણ સંપન્ન અને સજજન સદ્દગૃહસ્થ હતાં, સંસારની જંજાળ અને સાંસારિક ભાવોથી ઘેરાયેલા હતાં. બંધુઓ ! આ પર્વના દિવસોમાં ભગવાન મહાવીરનાં ભૂતકાળનાં ભની વાતે તમારી સમક્ષ એટલા માટે જ કરવામાં આવે છે કે આપણે જાણું શકીએ કે અરિહંત-સિદ્ધ પદને પ્રાપ્ત કરનાર ને આત્મા એકવાર આપણું જે જ હતે. આપણી જે આંતર-બાહ્ય દશા છે. જેવા-જેવા સારાબુરા ભાથી આપણું અંતર ભર્યું છે. એવી જ દશા, એવાજ ભાવે. એવી જ અંતરની વૈભાવિક પરિણતિ એ આત્માને પણ વર્તતી હતી. પરંતુ તેમને માર્ગ મળે. માર્ગે ચાલવાને પુરુષાર્થ કર્યો તે પામી ગયા. માર્ગ મળ્યા પછી તેને છેડયો નહીં. આપણું શું થાય છે ? શું આપણને માર્ગ નથી મળ્યો? ભૂતકાળનાં ભોની વાત જવા દઈએ તે પણ વર્તમાને વિતરાગનું શાસન મળ્યું છે. ઉચ્ચ કુળ મળ્યું છે. સંતોને સમાગમ મળે છે. માર્ગ તે આપણાં અરે ! એક ડગલું ભરીએ છીએ ને પાછા હઠી જઈએ છીએ. આ કોઈ સરલ માર્ગ નથી. માર્ગમાં કાંટા ને કાંકરા જ પથરાયેલા છે. સામે દૃષ્ટિ કરીએ છીએ તે અનેક વિદને છે. ગભરાઈને એ માર્ગ નથી. આ આપણી નબળાઈ છે. બંધુઓ ! મારી પ્યારી બહેને ! યાદ રાખજે. અહીં મળેલા આ વીતરાગનાં માર્ગને જે બેઈ બેસશું તે ફરી-ફરી આ માર્ગ નહીં મળે. માટે જાગૃત થઈએ. સાવધાન થઈ જઈએ. મળેલા માર્ગ પર ચાલવાને પુરુષાર્થ કરીએ. નહીં તે ભટક્તા