________________ દેહ છતાં જેની દશા 139 હોય. તેથી જ શ્રીમજીએ અહીં દેહ રહિત એવા સિદ્ધ ભગવંતને નહીં પણ દેહ સહિત અરિહંત ભગવાનની દેહાતીત દશાને લક્ષ્યમાં લઈ વંદન કર્યા છે. જે દેહ સર્વ સામાન્ય સંસારીને હોય એ જ ઔદારિક પુદુગલને બનેલે, સડન-પાન-વિધ્વસનના સ્વભાવવાળ દેહ અરિહંત પરમાત્માને પણ હોય. અન્ય સંસારી જીને દેહ સાથે દેહભાવ પણ હોય અર્થાત્ દેહનાં સુખ-દુઃખને પિતાનાં સુખ–દુઃખ માનવાની બુદ્ધિ હોય. દેહમાં થતા પરિણમનની વેદનાથી એ વેદાત હેય. દેહની સુંદરતાઅસુંદરતાને હર્ષ-શોક હેય. દેહની સ્વસ્થતા-અસ્વસ્થતાની રતિ– અરતિ હોય. આમ દેહની સાથે મેહનીયના ભેદો જોડાયેલા હોય તે દેહભાવ. જેની આત્મબ્રાંતિ ટળી નથી, દેહાત્મબુદ્ધિ ગઈ નથી, એવા છે તે દેહભાવમાં જ રાચતા હોય. પણ ભ્રાંતિ ટળી જવા પછી હું આત્મા છું આવું ભાન થયા પછી કમે ક્રમે દેહભાવ ઓછો થતું જાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિ પછી કંઈક દેહભાવ મંદ પડયો હોય, દેહાતીત દશાની અંશે અનુભૂતિ એવા જીવને હાય પણ ખરી. છતાં એ અખંડ ન રહે. ક્યારેક હોય, કયારેક ન હોય. કારણ ચારિત્ર-મોહનીય સંપૂર્ણ નાશ નથી પામ્યું. જયાં સુધી ચારિત્ર-મેહનીય સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી સંપૂર્ણ દેહાતીત દશા આવતી નથી. અરિહંત પરમાત્માએ મેહનીયને સમૂળુ નષ્ટ કરી દીધું, તેથી તેઓની વિદેહ અવસ્થા સહજ હોય. આવી સહજ દેહાતીત દશા જેમને વતી રહી છે એવા અરિહંત જિનેશ્વરને શ્રીમદ્જી વંદન કરે છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શ્રીમદ્જીએ અરિહંત પરમાત્માને વંદન કર્યા. તેમાં તેમના બીજા કેઈ ગુણોને યાદ ન કરતાં દેહાતીત દશાને જ કેમ યાદ કરી ? અરિહંત પરમાત્માના અનંત ચતુષ્ટય પ્રગટી ચૂકયા છે. તે સિવાય પણ અનંત ક્ષમા, અનંત સંતોષ, અનંત નિર્વેદ, આદિ અનંત ગુણોનું પ્રાગટય છે. જે આપણા માટે આદરણીય જ નહીં, નમ