________________ 143 એક પ્રસ ગ મ શકવાની શકિત ન નાનાં. તેથી થીમ દેહ છતાં જેની દશા અપૂર્વ અવસર ગુણસ્થાન કમા રેહ તે પણ આત્મવિકાસ ઈચ્છુક સાધક માટે પરમ ઉપકારી છે. સર્વ જી એ શ્રીમદ્જીનાં શાસ્ત્રનું શ્રવણ-ચિંતન મનન કરવું પરમાવશ્યક છે. એક બીજી વાત. શ્રીમદ્જીના સાહિત્યમાં તે અનેક જગ્યાએ આપણે વાંચ્યું છે પણ મારો અનુભવ કહું. સન 1973 માં મુંબઈમાટુંગા અમારૂં ચાતુર્માસ હતું. ત્યારે હું મારે શોધપ્રબંધ લખતી હતી. જેમાં શ્રીમદ્જીનું સાહિત્ય પણ હતું. શ્રીમદ્જી વિષે વધુ જાણવા હું તેમનાં પુત્રી જવલબા પાસે તેમના ઘરે ગઈ- વૃદ્ધ અને બિમાર શરીર, છતાં પ્રેમપૂર્વક આવકાર આપી, શાતા પૂછી. મેં શ્રીમદ્જીના અંગત જીવન વિષે કંઈક જાણવું છે તેમ કહ્યું ત્યારે તેઓ બહુ જ આનંદિત થયાં. પણ શ્રીમદ્જીની હયાતીમાં જવલબા બહુ નાનાં. તેથી શ્રીમદ્જીના જીવનને એ દષ્ટિથી જાણી શકવાની શકિત નહીં એમ કહેતાં તેમણે કહ્યું કે માત્ર એક પ્રસંગ મને યાદ છે, કે તે વખતે હું આઠ-દસ વર્ષની હોઈશ પિતાજી જમ્યા પછી બહારના વરંડામાં ફરતા હતા. હું ત્યાં જઈ ચડી અને મેં તેઓની આંખમાં આંસુ જોયાં. મને ન ગમ્યું. મેં આંસુનું કારણ પૂછયું : પણ હું બાળક, મને શું કહે ? પછી હું અંદર ઓરડામાંથી દાદીમાને બોલાવી લાવી. દાદીમાએ જોયું અને પૂછયું : “ભાઈ ! તારી આંખમાં આંસુ ? શું કારણ છે?” અને પિતાજીએ જવાબ આપે તે આજે પણ મને યાદ છે. તેઓએ કહ્યું: “મા! જૈનધર્મના ટૂકડા થઈ ગયા છે. મત-પંથ-સંપ્રદાય કેટલાં નીકળ્યાં ? સૌ પિતપિતાના સંપ્રદાયને સાચો માને છે અને અન્યને ખોટા સાબિત કરે છે! ધર્મના નામે આટલાં શ્રેષ-ઈષ્ય વધ્યાં છે! ધર્મ વાડામાં બાંધવાની ચીજ નથી. ધર્મ તે સર્વ વ્યાપક છે. ધર્મ સંપ્રદાયમાં નથી. આત્મામાં છે. આજે કદાગ્રહી છે આ નથી સમજતા તેનું મને દુઃખ છે. તેનાં આંસુ આંખમાં આવે છે.’ જવલબાએ કહ્યું મહાસતીજી! કદાચ આમાં શબ્દોને ફેરફાર હશે, પણ ભાવ તે આ જ હતા. બંધુઓ ! આ શ્રીમદ્જીનાં જ સુપુત્રીના મુખે સાંભળેલી વાત. શ્રીમદ્જીના આવા ઉત્તમ ભાવોનું સહુને લક્ષ્ય રહે. તેઓએ પત્રો વગેરેમાં ઠેર-ઠેર લખ્યું છે કે હું કેઈ ગચ્છમાં નથી. સંપ્રદાયમાં નથી. આત્મામાં