________________ સકલ જગત તે એંઠવત્ 133 આખા યે વિશ્વના અનંત જીવોએ, અનંતવાર મૂકેલ એંઠને આરેગી રહ્યો છે! પછી શાનું અભિમાન! જગતના પૌગલિક પદાર્થોમાં રહેલ આપણે મોહ, અને એ મેળવ્યા પછીનું અભિમાન, અને એક ક્ષણમાં ઊતરી જાય, જે આ સિદ્ધાંતને સમજીએ તો! ખરેખર જે જ્ઞાની પુરૂષ છે, પરમાણુઓના પરિણમનને આ ઊંડો તાગ જેણે મેળવી લીધો છે, તેને પુદ્ગલેને મોહ અને તેના પર પિતાની માલિકીનું અભિમાન કયાં ઊભું રહે? માનવ અનેક પદાર્થ પર પોતાની માલિકી સ્થાપતો હોય, કોઈ એ સ્વીકારવા તૈયાર ન હોય તે પરાણે માલિકીહક્ક સ્થાપે. અરે ! પિતાની માલિકી સાબિત કરવા કોટે ચડે. પણ જગત આખું સ્વપ્ન જેવું છે. વિશ્વને એક પણ પરમાણુ કેઇને થયો નથી અને થશે નહીં. એક જીવની સાથે એક પરમાણુને રહેવાની સમયમર્યાદા હેય તે, અમુક કાળ સુધી રહી પછી આત્માથી છૂટો પડી જ જાય. ત્યાં માલિકી કેમ સંભવે? શ્રીમદ્જીએ જગતના પદાર્થોને બીજી ઉપમા એ જ આપી “સ્વપ્ન સમાન.” સ્વપ્નમાં જોયેલા પદાર્થો કદી કેઈન થાય ખરા? એ પદાર્થોથી સુખ મળે ખરૂં? તૃપ્તિ અનુભવાય ખરી? બંધુઓ ! કયારેક સ્વપ્નમાં બહુ મીઠાં ભોજન કર્યા હોય તે સ્વપ્નમાંથી જાગ્યા પછી ઘરમાં કહ્યું છે ખરું કે આજે તે જમવું નથી! પેટ ભરાઈ ગયું છે! સ્વપ્નમાં બહુ ખાધું ! ના, સ્વપ્નના ભોજનથી પેટ ભરાય નહીં. સ્વપ્નમાં બનેલ રાજાનું દળદર ફીટે નહીં, સ્વપ્નમાં માણેલ આનંદથી મન તૃપ્ત થાય નહીં! કારણું સ્વપ્ન એ વાસ્તવિક્તા નથી. તે જ રીતે આ વિશ્વના પરમાણુઓના આવા પરિણમનથી તૃપ્તિ થાય જ નહીં. આત્મા ચેતન, જગત જડ ચેતનને તૃપ્તિ ચેતનભાવથી થાય. જડભાથી નહીં. જડ ભાવે તે બદલાવાના સ્વભાવવાળા છે. પણ શુદ્ધ ચેતન આત્મા અનંત સુખનું સામર્થ્ય ધરાવે છે. ચેતનમાંથી-આત્મામાંથી જેને આનંદ મેળવતાં આવડી જાય તેને કદી આનંદ ખૂટે જ નહીં. આત્માનંદ તો એવું કલ્પવૃક્ષ છે કે જેને કદી પાનખર આવતી જ નથી. તેને તે સદા યે વસંત જ, વસંત. સદા યે પૂર બહારમાં ખીલેલું રહે.