________________ સકલ જગત તે એંઠવત્ 135 છે. આ તટસ્થતા આત્માર્થની ભૂમિકાને યથાર્થરૂપે સમજી શકે છે. અને મેક્ષમાર્ગની એકવાયતા, ત્રણે કાળમાં એક જ માર્ગ હોય, અન્ય માર્ગ નહીં એવી દઢ શ્રદ્ધારૂપ વિચાર તેના અંતરમાં સ્થિર થાય છે. જેને સુ-વિચાર કહી શકાય. સુ-વિચારણા પ્રગટ થયા પછી વિકાસન્મુખ થયેલ જીવ, તત્ત્વની યથાર્થ પ્રતીતિ થવા માટે અંતર–વિચારમાં ઊંડે ઉતરે છે. આગળ વધતાં છ યે પદોની યથાર્થ સમજણ વિચારમાં ઉતરી જાય છે. આટલું થયા પછી પરમ ઉપકારી ગુરુદેવ એ આદેશ ફરમાવે છે કે જેમ છ પદને સમજવારૂપ વિચારણા અંતરમાં ઉતરીને કરી, તેમ આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને વિચારીને અંતરમાં સ્થિર થા, તે તું આત્માને પણ પામી જઈશ. આત્માને પામેલા ઉદારતા સાધકની વિચારદશા સમસ્ત દશનેને અનેકાંત દષ્ટિથી જોવાની શક્તિ કેળવી લે ને સહુને પિતામાં સમાવી લે. અને અંતે એવું સ્ટેઈજ આવે કે એ વિચારદશા ધ્યાનદશામાં પરિણત થઈ જાય. ધ્યાનદશા અને પાંચે ય પદની વ્યવસ્થિત યથાર્થ વિચારણું પાંચમા પદરૂપ મેક્ષની પ્રાપ્તિ કરાવે. આમ આત્માર્થની વિચારણાથી શરૂ થયેલ આ ચિંતન પ્રક્રિયા, મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થમાં પરિણમી મેક્ષના અનંત સુખની અનુભૂતિ કરાવે આમ મોક્ષમાર્ગને આરાધક મોક્ષ પ્રાપ્તિ કરે જ એવું નિસંદેહ જણાવી સર્વ મુમુક્ષુઓને નિઃશક્તિ કરી દે છે. શ્રદ્ધાપૂર્વક વિચાર અને પછી આચરણ હશે તે મોક્ષ મળશે જ. એમ બેધડક કહે છે, હવે અંતે શ્રીમદ્જી પિતાની શ્રદ્ધા ક્યાં સમપે છે તે અવસરે...,