________________ દેહ છતાં જેની દશા...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વિર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાનું સર્વોત્કૃષ્ટ ફળ એટલે નિર્વાણ, દેહ મુક્તિ, સર્વ વિશુદ્ધિ, આત્માના મૌલિક સ્વરૂપની ચરમ પરિણતિ. પ્રથમ સ-દેહ મુકિત પછી વિદેહ મુક્તિ. આ આરાધના સાધકને જ સાધ્ય બનાવી સિદ્ધિ અપે છે. જીવનું ચરમ અને પરમ લક્ષ્ય પણ એ જ છે. આ લક્ષ્યને જે પામી ગયા છે જેમણે પરમાત્મતત્વને જાગૃત કરી લીધું છે તે સદા વંદનીય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં શ્રીમદ્જીએ અંતરાત્મદશાને પ્રાપ્ત એવા સદગુરુને વંદન કર્યા. પ્રથમ દિવસે જ કહ્યું હતું તેમ કોઈ પણ શાસ્ત્રને પ્રારંભ મંગલ કરવા પૂર્વક જ થાય. ભારતીય માનસની શ્રદ્ધા, ભક્તિ, ઈષ્ટ પ્રત્યે શ્રદ્ધા સમર્પિત કરવા ચાહે છે. વળી શાસ્ત્ર નિવિદને પૂર્ણ થાય તેવા અતિ ઉચ્ચ ધ્યેયથી મંગલાચરણ થાય છે. જેમાં શાસ્ત્રકાર પિતાના ઈષ્ટ દેવના ચરણોમાં શ્રદ્ધા સમર્પણ કરે છે. પિતાના અહં અને મને ત્યાગ કરે છે. શાસ્ત્ર પણ ઈષ્ટના ચરણે ધરે છે. જેથી સહજ રૂપે શરણાગતના રક્ષણની જવાબદારી ઈષ્ટ દેવ પર જાય છે. પ્રથમ મંગલ સદ્ગુરુદેવની વંદના કરીને કર્યું. જે સદ્ગુરુદેવની અસીમ કૃપાથી આત્માને ઓળખે, પોતે પિતાને પામ્યા, સંસારનાં અનંત દુઃખોને અંત આવ્યો. એવા ગુરુદેવના ઉપકારને સ્મરીને, તેઓના શ્રી ચરણમાં નમસ્કાર કર્યા. આ સાથે જ ભારતીય પરંપરા, શાસ્ત્રના અંતે પણ મંગલ કરે છે. જે એક ભગીરથ પ્રયાસ આદર્યો હતે તે અત્યંત ઉલ્લસિત ભાવે, વિદ્ધ રહિત, પૂર્ણ થયા તેથી શાસ્ત્રકારનું અંતર ભક્તિભાવથી સભર બને છે. અને અંતરની શ્રદ્ધા સાથે ઝૂકી પડે છે.