________________ સકલ જગત તે એંઠવત્ 131 પરમાણુઓને ગ્રહણ કરે છે. તે એક જ જીવ ફરી-ફરીને એના એ જ પરમાણુ ગ્રહણ કરે. એમ અન્ય છ માટે પણ થાય જ. આમ જીવ અને પરમાણુગ્રહણના સંબંધને વિચારતાં તથ્ય એ સામે આવે છે કે જીવ જેટલા પરમાણુને જેટલી વાર, જે રૂપે ગ્રહણ કરે છે તે કઈ પણ પરમાણું Fresh નથી હોતા. કારણ કેઈ દ્વારા અથવા પિતા દ્વારા ગ્રહણ કરીને મૂકાયેલા છે. એકે વાપરીને છોડી દીધું, તજી દીધું તે Fresh કેમ કહેવાય ? એટલે જીવને Fresh માલ તે મળતું જ નથી. અહીં શ્રીમદ્જીની કહેલી ઉક્તિ સિદ્ધ થાય છે. તેઓએ કહ્યું: “સકળ જગત તે એંઠવતું એંઠ કેને કહીએ ? - આપણું વ્યાવહારિક જગતમાં કઈ ખાઈને પડતું મૂકી દે, ને ભાણામાં પડયું રહે તેને એવું કહીએ છીએ. એક જણે તેને ઉપયોગ કર્યો, તેને સ્પર્શ કર્યો, ડું ખાધું ને બીજું પડતું મૂકયું તે હું. એંઠમાં પડેલે પદાર્થ ગમે તે સ્વાદિષ્ટ હોય, મનને ગમે એવો હોય, કિમતી હોય પણ એ એંઠે થઈ ગયા પછી કોઈ સામાન્ય માણસ પણ એ ખાય નહીં. એ તે ઉકરડામાં જ જાય. ત્યાં કઈ ભિખારી કે કાગડાકૂતરા ભલે ખાય પણ સારો માણસ તે એ ન જ ખાય. અરે ! ગમે તે ભૂખ્યા હોય તે પણ એંઠું તે ન જ ખાય. બંધુઓ! તમને પૂછું કે કયારેક કઈ લગ્નની વાડી પાસેથી નીકળ્યા અને બહાર પતરાળામાં એઠા પદાર્થ પડયા હોય તેમાં તમને બહુ ભાવતી મિઠાઈ કે ફરસાણને ટૂકડો હોય તે તે તેમાંથી ઉપાડીને ક્યારે ય ખાવ ખરા? નહીં. એ જોઈને મોઢામાં પાણી આવવાના બદલે તેના પ્રત્યે જુગુપ્સા થાય. જે ય ન ગમે. અરે ! એટલું જ નહી, તમે સવારે જમવા બેઠા અને એઠું છોડી દીધું. સાંજે એ જ થાળી એંઠા સહિત તમને બીજા Fresh માલ સાથે આપે તે જમવું ગમે ખરૂં ? નહીં! એવું તે સર્વથા ત્યાજય! આપણું મૂકેલું હોય કે અન્યનું ! એ ખવાય જ નહીં! તમારા નાના અણસમજુ બાળકને પણ એ જ શિખવે ને? બેટા ! એઠું ન ખવાય!