________________ સકલ જગત તે એંઠવત 129 ગ્રહણ કરે. અથવા બીજા કામ પરમાણુઓને પણ ગ્રહણ કરે કે જે કર્મ પરમાણુઓ અન્ય જીવોએ ગ્રહણ કરીને છેડી દીધા હેય. એ જ રીતે બીજે જીવ પણ અન્ય જીવે ગ્રહણ કરીને છેડી દીધા હોય તે કર્મ પરમાણુઓને ગ્રહણ કરે. આમ એક-બીજાના ગ્રહણ કરાયેલા અને છોડાયેલા કર્મ પરમાણુઓ ગ્રહણ થયા કરે. ભાષાવર્ગણાનાં પુગેલે, મને વર્ગણાના પુદ્ગલે, તથા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલે સાથે આપણે વ્યવહાર પણ એવો જ છે. આપણે ગ્રહણ કરીએ છીએ તે અન્ય જીવેએ ગ્રહણ કરી છેડી દીધા હેાય તે ગ્રહણ થાય. આપણે છોડ્યાં હોય તે જ ફરી-ફરીને ગ્રહણ થાય અને આપણું છોડેલા અન્ય જીવો ગ્રહણ કરે. ક્રિય શરીરધારી છે, જેને વૈકિય પુદ્ગલેને ગ્રહણ કરવાનાં છે તે પણ એ જ રીતે ગ્રહણ કરે અને છેડે. તથા આહારક લબ્ધિધારી મહાપુરુષ પણ ભૂતકાળમાં કઈ છાએ ગ્રહણ કરી છેડેલા પુદ્ગલેને ગ્રહણ કરે, પિતાના છોડેલા અન્ય ગ્રહણ કરે. પિતાના છેડેલા પિતે ગ્રહણ કરે. દારિકવર્ગણ એક એવી વર્ગણા છે કે જીવ અનેક પ્રકારે ગ્રહણ કરે છે. સૌથી પ્રથમ તે આપણું આ શરીર ઔદારિક પુદ્ગલનું બનેલું છે. એ પુદ્ગલે જ્યારે આપણે ગ્રહણ કર્યા ત્યારે તે સર્વથા શુદ્ધ ન હતા. પણ કઈ છે ગ્રહણ કરી છોડી દીધાં હતાં તે જ ગ્રહણ થયાં. તેમાંથી જ આપણું શરીર બન્યું. શરીર બન્યા પછી પ્રતિ સમયે વાતાવરણમાંથી પરમાસ્કને ગ્રહણ કરીએ છીએ તે આપણ છેડેલા અથવા અન્યના છેડેલા. આ શરીર પ્રતિસમયે કેટલાક પરમાણુઓ ગ્રહણ કરે છે અને છેડે છે. આ પ્રક્રિયા ચાલુ જ છે. આહારરૂપે ગ્રહણ થતા પુદ્ગલસ્કન્ધ શાકાહારી છે માટે વનસ્પતિ -જન્ય હોય છે. વનસ્પતિમાં રહેલ જી એ શરીરરૂપે ગ્રહણ કરીને જે પુદગલ છેડી દીધા તેને આપણે આહારરૂપે ગ્રહણ કર્યા. માંસાહારી ભાગ-૩–૯