________________ 127 હવા પછી સીમિત તવ છે. તે પ્રત્યક્ષના સીમાડાને તેડી અસીમતામાં પ્રવેશ ન કરી શકે. તેથી જ બુદ્ધિની સીમા પરનાં તત્વોને અજ્ઞાની જાણ શકતું નથી. બુદ્ધિથી પાર પણ અનંત તો પડયાં છે, જે પોતાના ગજા બહારની વાત છે. આટલું સ્વીકાર થાય તે તે સંકુચિતતાને છેડી, વિશાળ ક્ષેત્રમાં પ્રવેશ પામી શકે. આ સંકુચિતતા જ જીવમાં મેહ-મમત્વ ઉત્પન્ન કરે છે. મળેલા પદાર્થો અને સંબંધીઓમાં એનું મમત્વ બે-હદ હોય છે. અજ્ઞાની કોઈ પણ ભેગે, એ બધું છેડવા તૈયાર નથી. અરે ! પદાર્થ કે વ્યક્તિ એને છોડીને જાય તો તે વ્યાકુળતાના વમળમાં અટવાઈને પિતાને દુઃખી અનુભવે છે. આવા અજ્ઞાની એને મન, પદાર્થ કે વ્યકિતના વિયેગ જેવું બીજું કઈ દુખ નથી. આ નરી અજ્ઞાનતા જ છે. વળી જે વ્યક્તિ કે પદાર્થને વિયેગ, દુઃખનું કારણ બનતે હોય છે તે વિગ શું આજ પહેલી વાર થયું છે? સંગ પહેલી વાર નથી માટે વિગ પણ પહેલી વાર નથી. સંગને વિગ તે અવયંભાવી છે જ. માટે જેટલા પદાર્થ કે વ્યકિતને જેટલી વાર સંગ થયે એટલી વાર વિયોગ થાય જ. એ સનાતન સત્ય છે. અનંત ભૂતકાળમાં એક નહીં પણ અનેકવાર એ જ વ્યકિત કે પદાર્થ એક યા બીજે રૂપે પ્રાપ્ત થયા જ છે. તે સર્વ જીવને છોડીને ચાલ્યા ગયા અથવા તે જીવ તે સર્વને છેડીને ચાલી નીકળ્યા. આ ચકમાં અનંતકાળથી અનંતવાર જીવ ફરતે જે રહ્યો છે. એ વિચારીએ કે વર્તમાનમાં પણ જે-જે પૌગલિક સુખ મળ્યું છે, જે કંઈક વિશિષ્ટ મળ્યું છે, કેઈને નથી મળ્યું, એવું મને મળ્યું છે. વગેરે વિચારોથી આપણે અભિમાન લેતાં હોઈએ છીએ. આપણી ઉપલબ્ધિઓ પર આપણે ફૂલાતાં હોઈએ છીએ. અન્યને નથી મળ્યું તે માટે આપણી જાતને વધુ ભાગ્યશાળી માનતા હોઈએ છીએ. તથા અન્યને હીન પુન્યા માનીએ છીએ. આવા તે અનેક પ્રકારના ભ્રમે સેવતાં હોઈએ છીએ. પણ પુદગલ દ્રવ્યને જોવાની દષ્ટિ જે બદલાઈ જાય, તેના ઊંડાણમાં જઈ પદાર્થનું પૃથક્કરણ કરી, તેને ભૂતકાળ ભૂતપાસીએ તે તથ્ય સામે આવે.