________________ 128 હું આત્મા છું પૌગલિક દ્રવ્ય શું છે? આપણી દષ્ટિમાં આવતા જેટલા પદાર્થો છે તે સર્વ જડ દ્રવ્ય, સર્વ પુદ્ગલ સ્ક, અનંત-અનંત પરમાણુઓનાં પિંડ છે. પરમાણુને સહજ સ્વભાવ છે, મળવું અને વિખરાવું પરમાણુમાં રહેલી રુક્ષતા અને સ્નિગ્ધતા અન્ય પરમાણુને ગ્રહણ કરે છે, અને છેડે છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળે, બે-ત્રણ કે અનેક પરમાણુઓ સાથે મળે, અનંત પરમાણુઓ સાથે મળે અને સ્કંધ બને. જ્યારે એ અનંતાનંત પરમાણુઓને સ્કધ બને ત્યારે આપણી દૃષ્ટિમાં આવે. તે પહેલાં ન આવે. જેમ એક-એક કરી, એકી સાથે અનેક મળીને સ્કંધ બને તેમ વળી પ્રતિ–સમયે એ સ્કંધમાં નવા પરમાણુ આવીને મળે અને તેમાં રહેલા અન્ય પરમાણુઓ તેમાંથી છૂટા પડે. આ પરમાણુ જગતની સહજ પ્રક્રિયા છે. અને તે સહજરૂપે ચાલ્યા જ કરે છે. આ પ્રક્રિયાના પરિણામરૂપ અનેક પ્રકારના પદાર્થોનું નિર્માણ થાય છે. આંખે દેખાતા, નહીં દેખાતા અને આપણા ઉપયોગમાં આવતા પદાર્થો, તે સર્વ પરમાણુઓના પિંડ જ છે. તે સિવાય કશું જ નહીં. એ પિંડેને આપણે અનેક પ્રકારે ગ્રહણ કરીએ છીએ. આઠ પ્રકારની પુદગલ વર્ગણા બતાવી તેને આપણે એ-એ પ્રકારે ગ્રહણ કરીએ છીએ. ઉપયોગ કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. સમષ્ટિ વિAવના સર્વ જી, અનંતકાળથી પુગલપિંડને ગ્રહણ કરે છે, અને છોડી દે છે. આ કાર્ય કદી અટક્યું નથી અને અટક્વાનું નથી. અવિરત ગતિએ ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે. જીવ દ્વારા થતું પુદ્દગલપિ ડેનું ગ્રહણ કેટલા પ્રકારે થાય છે તે વિચારીએ. આ વિશ્વની અંદર અનંતાનંત કામણવર્ગણાઓ પડી છે. જીવ પિતાના રાગાદિ ભાવે વડે ખેંચીને, બંધ કરી એ વર્ગણાને કમરૂપે પરિણાવે છે. કર્મો, કર્મરૂપે અમુક સમય સુધી આત્મા સાથે રહી, ફળ આપી આત્મા છૂટા પડી જાય છે. વાતાવરણમાં અન્ય કામણ વગણાઓ સાથે મળી જાય છે. ફરી એના એ પરમાણુઓ એ જ જીવ કર્મરૂપે