________________ - તે ભિખારી એટલે એ કયાંય મળતું પણ 132 હું આત્મા છું વાસ્તવમાં વિચારો તે ભિખારી ભલે હોય, પણ એને ય તમે Fresh ખાવા આપે ને જેટલો આનંદ થાય એટલે એવું ખાવામાં ન થાય! બિચારો લાચાર છે. પેટની આગ શાંત કરવી છે. કયાંય મળતું નથી, ભૂખ્યા રહેવાય તેમ નથી તેથી ઉકરડા વીંખીને પણ ખાય છે. પણ ખરેખર તેને પણ એવું ખાવું ગમતું નથી હોતું. તો એ સાબિત થાય છે કે પૂરી માનવ જાતને એંઠા પ્રત્યે સૂગ છે, ધૃણ છે. એંઠને એ પસંદ કરતા નથી. ગમે તેટલાં કષ્ટ વેઠે પણ એંઠ તે નહીં જ જોઈએ! શ્રીમદ્દજીને માનવની આ મનોદશાને ખ્યાલ છે. માનવમનના ઊંડાણને તેમણે માપ્યું છે. તેથી જ જડ જગતના પરિણમનને તેમણે “એંઠની ઉપમા આપી. આપણા મેહ-મમત્વ પર, આપણા અહં ને મમ પર કુઠારાઘાત કર્યો છે. આખું યે જગત પરમાણુને થતા પરિણમનને કારણે કોઈ જીવે લઈને મૂકી દીધેલા એંઠા પદાર્થ જેવું જ છે. તારી પાસે આવતે કઈ પણ પદાર્થ, કિંમતી હોય કે નગણ્ય, પણ તે બધા જ કોઈની શેઠ છે. સવાલાખને હીરે લાવી વીટી બનાવી, આંગળીમાં પહેરી મલકાતે ફરતે હેય, દસ લાખની હવેલી બનાવી, અભિમાનમાં રાચતો હેય, બે હજારની સાડી પહેરી, ધરતીથી ઊંચી ચાલતી હોય, બત્રીસ જાતનાં ભોજન આરોગી, ગરીબોની ઠેકડી ઉડાડતા હો, કરોડોની સંપત્તિ ભેગી કરી અહંથી આંધળા થઈ ગયા છે, પણ એ બધું જ પતરાળામાંની એંઠ ! એથી વિશેષ કંઈજ નહીં! બંધુઓ! એંઠ ખાતા ભિખારીને જોઈ મુખ બગાડતા માનવને કહી દેજે કે તું જેટલા પદાર્થો Fresh સમજીને ભેગવી રહ્યો છે અને અહંકારમાં ચૂર થઈ ગયું છે, એ બધી એંઠ જ છે. પેલા ભિખારીમાં અને તારામાં કેઈ અંતર નથી. એ પણ એંઠ આરોગી રહ્યો છે, અને તું પણ. અરે ! એ તે એક જ વ્યક્તિએ મૂકેલ એંઠ છે, પણ તું તે