________________ બાકી કહીયે બ્રાંતિ જાય તેમ જીવ જ્યાં સુધી શિવ ન થાય ત્યાં સુધી તેને સંસારમાં તે રહેવું પડે પણ પિતામાં સંસારનો વાસ ન થવા દે. એવા ઉત્તમ પુરુષને કવિ બનારસીદાસજી વંદન કરે છે. શ્રીમદ્દજી પણ તેને જ જ્ઞાની કહે છે કે જેને મેહભાવ ક્ષીણ થઈ ગયો છે. શાંત થઈ ગયું છે. તેવા જ્ઞાની પુરુષ સંસારમાં હવા પછી પણ તેનાં રાગ-દ્વેષ અતિ મંદ થઈ ગયાં હોય. તેથી કર્મબંધ પણ તેને બહુ જ ઓછા થાય છે. રાગ અને દ્વેષ એ બે કર્મનાં બીજ છે. અને તે બને વિષમતાનાં પણ બીજ છે. રાગથી રક્ત અને દ્વેષથી દ્વિષ્ટ મનુષ્ય ન તે પિતાના ભાવને જોઈ શકે છે ન સર્વ જીવની આંતરિક સમતાને. જે સમતાને નથી જોઈ શકતા તે કેાઈના પ્રતિ રક્ત થઈને પાપ કરે છે તે કેઈન પ્રતિ દ્વિષ્ટ થઈને પાપ કરે છે. સમત્વદશી નથી કેઈ પર રક્ત થતે, નથી કઈ પર દ્વિષ્ટ થતું, તેથી તે પાપ કરતું નથી. सम्मतदसि न करेइ पावं આ ખૂબ રહસ્ય પૂર્ણ સૂત્ર છે. જે પાપની પર્યાયના સ્વરૂપને જુએ છે તે પાપ કરી શકતા નથી. જે પાપના યથાર્થ સ્વરૂપને જાણતું નથી કે જેતે નથી તે જ પાપ કરી શકે છે. जानामि धर्म न च मे प्रवृतिः जानाम्यधर्म न च मे निवृत्ति: હું ધર્મને જાણું છું પણ તેનું આચરણ નથી કરતો. હું અધર્મને જાણું છું પણ તેને છેડતા નથી. આ સ્થૂલ ચિત્તની અનુભૂતિ છે. સૂક્ષ્મ ચિત્તમાં થનાર સમ્યગદર્શન, અસમ્યક્ આચરણમાં ન લઈ જાય. તેથી સમ્યક્દર્શની જીવ જાણીબુઝીને પાપ કરતા નથી. તેનાથી અજાણતાં થઈ જાય, પણ તે કરે નહીં. જેના ચિત્તમાંથી પાપની પ્રવૃત્તિના ભાવે ઉતરી ગયા છે તે જ્ઞાની. જેટલા અંશે મેહ ક્ષીણ થાય એટલા અંશે પાપભાવો પણ ક્ષીણ થઈ જાય આવી આંતરદશા જેની વતે છે તે જ્ઞાની, બાકી બધી ભ્રાંતિ મોહભાવમાં અટવાયેલે, ભૂલે પડેલે જીવ જ્ઞાનીની કક્ષામાં બેસી શકે નહીં. તેથી તેને બ્રાંત જીવ કહ્યા. હવે આવા જીવની જગત પ્રત્યેની ભાવના કેવી વર્તતી હોય, તેની આંતરદશા કેવી હોય તે અવસરે....