________________ 115 હેય મુમુક્ષુ ઘટ વિષે - આ પદમાં બહુ જ સરલતાથી શ્રીમદ્જી સમજાવે છે કે દયાધર્મ જ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે. જ્યાં દયા છે. ત્યાં જ તેની પાછળ અન્ય ગુણો પણ આવે છે. પણ જો દયા ન હોય તે સૂર્ય વિના જેમ અંધકાર છવાઈ જાય, સૂર્યા વિના તેનું એક કિરણ પણ ન દેખાય તેમ દયા વિના સત્ય, શીલ આદિ ગુણે પણ જીવનમાં ટકી શકતા નથી. આ ગાથામાં પણ શ્રીમદ્જીએ મુમુક્ષુના ગુણોનું વર્ણન કરતાં પહેલે ગુણ ‘દયા’ કહ્યો. અહીં “દયા એટલે સ્વદયા. જેને પિતાનું સ્વરૂપ સમજાયું છે, તે નિર્વિકારી શુદ્ધ ચિપ આત્મા છે. પણ કર્મના કારણે, વિભાવને કારણે, રોગાદિના કારણે એ મલિન થઈ ગયા છે. આ મલિનતા, આ વિકાર જ જીવને અકળાવે છે. અનાદિથી વિકારેના કારણે પીડિત જીવને જ્યારે આ પીડા અસહા થઈ પડે ત્યારે તેને પોતાને પોતાની જ દયા આવે છે. આને સ્વદયા કહે છે. આ જીવ નિશ્ચય કરે કે આત્મા પીડાય એવાં કાર્યો નથી કરવાં. હિંસાદિ કાર્યો આત્માને મલિન કરી પીડિત કરનારા છે માટે હિંસાદિને ત્યાગ થાય છે. વળી જ્યારે પિતાને પોતાની દયા આવે ત્યારે સાથે એ પણ સમજાય કે મને મારી આત્મિક પીડા પસંદ નથી તે કઈ પણ જીવને શારીરિક, માનસિક કે આત્મિક પીડા કેમ ગમે? માટે મારે કેને દુઃખ આપવું નહી. આમ “સ્વદયા”માં “પરદયા’ સમાઈ જાય છે. અન્ય જીવ પ્રત્યે અનુકંપાના ભાવ સહજરૂપજાગે. સ્વદયા જેના અંતરમાં આવી તેને રાગાદિ ભાવે પીડાકારી છે, અનર્થકારી છે તે સમજાય જ. તેથી રાગાદિ ભાવથી થતી પ્રવૃત્તિ સહજરૂપે રોકાઈ જાય. રાગાદિ છે ત્યાં જ અશાંતિ છે. રાગાદિ પ્રવૃત્તિ રોકાઈ એટલે શાંતિનો અનુભવ થાય. જે શાંતિ સંસારના કેઈ પણ પ્રસંગે, કઈ પણ સ્થળે, કઈ પણ પગલિક સુખમાં ન મળી હોય તે શાંતિ પોતાને પિતામાંથી પ્રાપ્ત થાય. અને જેમના ચરણોમાં સદાય શાંતિ પમાય છે તેવા સંતના શરણે જઈ તેમની આજ્ઞાને આરાધક બને. જેમ-જેમ આજ્ઞા, આરાધક