________________ બાકા કહીયે ભ્રાંત.....! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કમે-કમે મોહભાવને ક્ષીણ કરતી જાય છે. મોહની ક્ષીણતા વધતાં આત્મામાં વિશુદ્ધિ વધે છે. આત્મામાં જે કંઈ અશુદ્ધિ છે, મલિનતા છે તે મોહના કારણે છે. આ બંને ભાવને ક્ષય થાય ત્યારે જ આત્મા વિશદ્ધ બને છે. આત્માના સર્વ વિકારી ભાવમાં મેહ સર્વોપરી છે તેથી જ તેને રાજાની ઉપમા આપી છે. રાજા જેમ પોતાની પ્રજાનું પાલન કરે, રાજ્યને વિકાસ કરે, રાજ્યનું રક્ષણ કરે તેમ મોહની પ્રજારૂપ અનેક પ્રકારનાં મિથ્યાત્વ તથા ક્રોધાદિ કષા–રતિ આદિ કષાય અને તેનાથી નિષ્પન્ન વિવિધ વિકા આત્મામાંથી આઘાપાછા ન થઈ જાય તેમ તેનું રક્ષણ કરતા રહે છે. એ સ્વયં એટલે સમર્થ છે કે પોતે બીજા બધાને સંભાળી લે. પણ પિતાને સંભાળવા માટે કેઈની ય જરૂર નહીં. એટલું જ નહીં એ એક જ ભાવ અનંત સંસારની પરંપરા ઊભી કરી દે. આજ સુધી જીવ સિદ્ધ દશાને નથી પામે તેનું કારણ પણ એ જ છે. મેહદશા જાય નહીં ત્યાં સુધી આત્મામાં સમ્યગૅદશા જાગૃત થાય નહીં. સમ્યગદશા વિના વીતરાગ દશા નહીં, અને વીતરાગદશા વિના સિદ્ધદશા નહીં. માટે જ જીવે સમ્યગુપરિણામદશા આત્મામાં જાગૃત કરવી પડશે.