________________ આત્મ-ચિંતન.... “હું..આત્મા છું”. “....આત્મા છું ચેતન....એ મારું સ્વરૂપ.. હું ચેતન છું... જગત.. જડ છે....ચૈતન્ય..... એ જ આત્મા, આત્મા એ જ ચૈતન્ય....ચૈતન્ય....એ મારે વિશિષ્ટ ગુણ છે. અસાધારણ ગુણ છે. જે મારા સિવાય, આત્મા સિવાય જગતના કેઈપણ દ્રવ્યમાં હિય નહીં.... હું...ચેતન છું... એટલે જ જગતથી જુદો છું.... દષ્ટિથી દેખાતા બધા જ પદાર્થો...જડ છે.. પુદ્ગલના પિંડ છે... દષ્ટિથી અગેચર એ હું... ચૈતન્ય પિંડ છું. સર્વ પદાર્થો જડ છે. આ શરીર જડ છે. ઇંદ્રિયે જડ છે. મન પણ જડ છે... જેટલા જડ પદાર્થો છે તે મારાથી જુદા છે.. હું ચૈતન્ય માત્ર આત્મા... દેહ મારો નથી...દેહને નથી ઇન્દ્રિયે મારી નહીંહું ઇંદ્રિયને નહીં. મન મારૂ નહીં... હું મનને નહીં—શરીર... ઈદ્રિય અને મન... તે બધાથી જુદો હું ચૈતન્ય આત્મા છું..મારા ચૈતન્યને પ્રગટ કરવાના.... દેહ....ઈદ્રિય... અને મને.... માત્ર માધ્યમ છે... દેહના માધ્યમથી ચેતન પ્રગટ થાય છે... એટલે કે ઓળખાય છે... ઈદ્રિયના માધ્યમથી ઓળખાય છે....મનના માધ્યમથી ઓળખાય છે... પણ દેહ. તે આત્મા નથી. ઈંદ્રિય... તે આત્મા નથી. મન.... તે આત્મા નથી. આ ચેતન દેહ સાથે ભળે છે...એટલે જ દેહની સક્રિયતા છે... ઈદ્રિ સાથે ભળે છે. એટલે ઇન્દ્રિયની સક્રિયતા છે... એ જ રીતે એ મન સાથે ભળે છે. માટે જ મન સક્રિય છે. ચેતન., દેહ-ઈદ્રિય અને મનથી. પર થઈ જાય છે..... એ કોઈ કાર્ય કરી શકે નહીં.... સક્રિયતા છે. તે ચેતનની છે.દેહમાંથી...ચેતન નીકળી જાય પછી.... દેહ કે ઇંદ્રિય કેઈ કાર્ય કરી શકે નહીં.