________________ 117 છે હોય મુમુક્ષુ ઘટ વિષે કેવું વિષમ પરિણામ ભોગવવું પડશે ? આમ એ જીવ પર કરૂણા આવતાં પિતાના આત્મામાં ક્ષમા ધારણ કરી રાખે. શાસ્ત્રોમાં શ્રમણના દશ ધર્મોમાં પહેલો ધર્મ ખંતિ એટલે ક્ષમા બતાવ્યું છે. એટલે જ આપણા કેટલાક પૂર્વાચાર્યો ક્ષમાશ્રમણ કહેવાતા. જેમનામાં ક્ષમાને મહાન ગુણ જાગૃત થઈ ગયો તેમનામાં તે પછીના બીજા નવ ગુણે આવતાં વાર નથી લાગતી. આટલા ગુણના ધારક મુમુક્ષુને સત્ તત્વની અડેલ શ્રદ્ધા હોય. સતુ અર્થાત્ આત્મા. " હું આત્મા છું' એવું ભાન તેને નિરંતર વર્તતું હોય તેથી એ જીવ સ્વદયામાં જ રાચતા હોય. જ્યાં સ્વદયા છે ત્યાં કઈ પણ દુર્ગુણેને આશ્રય મળે નહીં. કારણ દુર્ગુણ એ તે જીવની વિકારી દશા છે. વિકાર કદી સુખ કે શાંતિ ન આપે પણ દુઃખ અને અશાંતિ જ આપે. આવા નિશ્ચલ શ્રદ્ધાવાન છવ કેઈ પણ વિકારને પિષણ કેમ આપે ? તેથી હિસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ મુખ્ય પાંચ પાપો તે જીવનમાં ઊભા જ શાના રહે? સતનું લક્ષ્ય છે, સતનું આચરણ છે, તેના જીવનમાં, વ્યવહારમાં, વાણીમાં, વિચારોમાં સત્ય જહોય. સના ઈચ્છુક આત્મામાં સહજરૂપે ત્યાગ આવી જાય. તેને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે પડે નહીં. કારણ વસ્તુઓનું વિષાનું મમત્વ તથા રાગ ઉતરી જાય તેથી ત્યાગ સહજ થાય અને ત્યાગ સાથે સંસાર કે રાગાદિની ઉદાસીનતારૂપ વૈરાગ્ય પણ હોય જ. આમ ત્યાગ અને વૈરાગ્ય આ બન્ને મુમુક્ષુના જીવનમાં હોય જ. એ માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકામાં પણ શ્રીમદ્જી ત્યાગવૈરાગ્યનું ઘણું વર્ણન આપી ગયા. અહીં પણ એ જ કહે છે કે મુમુક્ષુ જીવ સદા આ ગુણને વિષે જાગૃત હોય. તેના અંતર ઘટમાં આ ગુણેનું ઘલન થઈ રહ્યું હોય. ખરે મુમુક્ષુ કેણ છે એ જાણવું હોય અથવા પિતે મુમુક્ષુની કટિમાં આવી શકે છે કે નહીં એ જાણવું આ સાત ગુણોને સામે રાખી પિતાની જાતને તપાસી લેવી. આ ગુણોની જાગૃતિ જેનામાં રહેતી હોય તે મુમુક્ષુ, બીજે નહીં. હવે જ્ઞાની દશા કેવી હોય તે અવસરે....