________________ 116 હું આત્મા છું ભાવ વધતા જાય તેમ-તેમ કષા મંદ પડે. અને ફળસ્વરૂપ શાંતિ, પરમશાંતિનો અનુભવ થાય. જેના કષાયો ઉપશાંત થાય તેને શાંતિ મળે જ. શાંતિ આવ્યા પછી સમતા આવે. કષાની ઉગ્રતા જ વિષમતા પેદા કરાવે છે. કષાયે મંદ થાય, ઉપશાંત થાય એટલે પ્રથમ શાંતિ આવે અને પછી સમતા આવે. અંતરમાં નિશદિન ઉછળતા કષાને ઉભરે બેસી જાય તે પછી તે જીવને પડી ન શકે. જેમકે ચૂલા પર મૂકેલું દૂધ. દૂધને સ્વભાવ તે ઉભરાવાને. પણ બહેનમાં એટલી ચાલાકી હોય કે તે દૂધને ઉભરાવા દે નહીં. દૂધમાં ઉભરો આવે એટલે કાં તે દધને ચૂલેથી ઉતારી લે અને કદાચ ઉતારવાનાં સાધનને અભાવ હોય તે અંજલી ભરીને પાણી દૂધમાં છાંટી દે. તેથી ઉભરે શાંત થઈ જાય અને પછી સાધન શોધી ઉતારી લઈ એક બાજુ મૂકી દે એટલે દૂધ પિતાની મેળે જ ઠંડું થઈ જાય. બંધુઓ અંતરમાં સમતા લાવવી હોય તે આમ જ કરવું પડશે. કષા ચિત્તમાં ઉભરાઈ રહ્યા હોય તેને સમજણથી રોકી રાખવા, જે ક્ષણિક જ થઈ શકે. પણ ચિત્તને કષાયમાંથી ખેંચી લેવું. ચિત્તને કોઈને કાંઈ જોઈએ છે. તેને કષાયથી વેગળું કરી આત્મ-સ્વરૂપની લીનતામાં શેકી દો. ધ્યાનમાં રોકી દો. તે ચિત્ત કષાયથી વેગળું થતાં આપોઆપ કષાયે ઉપશાંત થઈ જશે. અને પછી તે ઉભરો બેસી જતાં જેમ દૂધ આપમેળે ઠંડું થઈ જાય, પિતાના મૂળ સ્વભાવમાં આવી જાય તેમ આત્માને મૂળ સ્વભાવ સમતા જ છે તેથી આપોઆપ ચિત્તમાં સમતા આવી જ જાય. અંતરમાં સમતા આવ્યા પછી કોધાદિન નિમિત્તે જીવને બહુ મૂંઝવી શકે નહીં. કયારેક પૂર્વ કર્મોના ઉદયે આવાં નિમિત્તો આવે. જીવને સતાવવા પ્રયત્ન કરે પણ જીવ ક્ષમા ધારણ કરી લે ક્રોધ એ તે આગ છે. આગમાં પડનાર દાઝયા વિના ન રહે. એમ માની ક્ષમાના શીતળ જળને જ આશ્રય લઈ સ્વયં શીતળતાનો અનુભવ કરે. - ક્ષમાભાવ એ વિકસિત થાય કે કોઈ માનવ, પશુ કે દેવ ઉપસર્ગ . દેવા આવે તે પણ તેને પ્રત્યે દ્વેષ ન આવતાં કરૂણા પ્રગટે. એમ થાય કે મને નિમિત્ત બનાવી એ જીવ વિષમતામાં પરિણમી રહ્યો છે. બિચારાને '