________________ હું આત્મા છું પણ એક સરખી નથી હોતી. કારણ એ જ કે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ બધા જ માનવેને એક સરખે નથી દેતે. વળી એક પ્રશ્ન થાય કે સૂમ એકેન્દ્રિય જીવમાં મતિ-શ્રુત જ્ઞાન કેવી રીતે હોય? આ જીવને પણ એક ઈન્દ્રિય તો છે જ. પિતાની એ ઈન્દ્રિય દ્વારા વિષયને ગ્રહણ કરે છે. જ્યાં ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવાપણું છે ત્યાં જ્ઞાન હોય જ. ઈન્દ્રિયથી ગ્રહણ કરાયેલા વિષયને જીવ ભગવે છે. ભેગ છે ત્યાં જ્ઞાન છે. વેદક્તા છે. જ્ઞાન ન હોય, વેદકતા ન હોય તે ભેગ પણ ન હોય. સૂમ એકેન્દ્રિય જીવ પણ સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ કરાયેલા વિષયને કાગ દ્વારા ભગવે છે. માટે તેને પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જ્ઞાન ખુલ્લું છે. એકેન્દ્રિયથી જેમ-જેમ જીવ આગળ વધતું જાય તેમ-તેમ તેને વધુ ઇન્દ્રિય મળે, એટલા જ ઈદ્રિના વિષય મળે, તેને ભેગ અને સંવેદન વધતું ચાલે. આ બધું જ મતિ-શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષપશમના કારણે મળે છે તેથી મતિ-શ્રુત જ્ઞાન પણ વધતું જાય છે. મનુષ્ય પંચેન્દ્રિય જીવને ઈનિદ્ર-મન બુદ્ધિ-બધી જ વિશિષ્ટ શક્તિઓ મળી, તેના દ્વારા જ્ઞાન કરી શકાય તેવા વિષયે પણ વધુ મળે, તેની વેદક શક્તિને પણ વધુ વિકાસ થયે હોય. શારીરિક, માનસિક, ઉપરાંત બૌદ્ધિક સંવેદન માનવને હોય. આ સૂચવે છે કે માનવને મતિ-શ્રુત જ્ઞાનાવરણયને ક્ષયે પશમ સૌથી વધારે છે. માનવને બધી જ શક્તિઓ બીજા જીવની અપેક્ષાએ વધુ વિકસિત હોય છે. તેથી માનવ જે પુરુષાર્થ કરી મેહનીયને ક્ષયે પશમ કરે તો તેનું મતિ-શ્રુત અજ્ઞાન મટી જ્ઞાન થઈ જાય. તેથી જ માનવને મળેલું મતિ-કૃત અત્યંત ઉપકારી છે. એ જ્ઞાન વડે જ એ પિતાને અનુભવી શકે છે, વેદી શકે છે. ચારથી ચૌદ ગુણસ્થાન સુધીનાં સ્વરૂપને પણ એ જ જ્ઞાનથી જાણી શકે છે. આગામેનાં રહસ્ય આ જ્ઞાન વડે જ ઉકેલી શકે છે. સદ્ગુરુને ઉપદેશ પણ આ જ્ઞાન વડે જ સાંભળે, ચિંતવે, આચરે અને સિદ્ધત્વને પ્રાપ્ત કરે.