________________ આગળ જ્ઞાની થઈ ગયા પણ અવધિજ્ઞાન હોઈ શકે કારણે ત્યાં પુણ્યના ઉદયની જરૂર નથી. નરકનું ક્ષેત્ર જ એવું છે કે ત્યાં ઉત્પન્ન થતે જીવ ગમે તેટલા ભયંકર પાપ લઈને આવ્યું હોય પણ અવધિજ્ઞાન તે થાય જ. જેમ પક્ષીનિમાં જન્મતા જીવને પાંખ હોય જ. માનવ કરતાં ઓછા પુણ્યવાળા હોવા છતાં તેની નિ જ એવી છે કે ત્યાં જન્મે એટલે પાંખ તે હોય જ. આપણને ક્યારેક એમ થાય કે પક્ષીઓને મળેલી આ શકિત કેવી જબરદસ્ત છે! હજારે માઈલની યાત્રા બહુ જ ચેડાં સમયમાં કરે છે. સાંભળ્યું છે કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાઓમાં અન્ય પ્રદેશોમાં જ્યારે બહુ જ ઠંડી હોય છે ત્યારે હજારે પક્ષીઓ માઈલેની યાત્રા થોડા જ દિવસમાં કરી અહીં ભારતમાં આવે છે. બેત્રણ મહિના રહી ફરી પોતાના દેશમાં પહોંચી જાય છે. બંધુઓ ! આપણ ને પણ પાંખ મળી હતી તે દુનિયાને એક પણ દેશ જોયા વગર બાકી રાખ્યો ન હોત. પણ અફસોસ ! આપણને આ શકિત ન મળી. તે જેમ પક્ષીની યોનિ એવી છે કે તેમાં જન્મે એટલે પાંખ મળે જ મળે, તેમ નારકી કે દેવલોકમાં જીવ ઉત્પન્ન થાય એટલે તેને અવધિ. જ્ઞાન હોય જ હોય. દેવે અવધિજ્ઞાન વડે પિતાના પૂર્વભવને જુએ, બીજાના પણ જુએ. વળી સમકિતી દેવે પિતાના જ્ઞાન વડે આ મૃત્યુલેકમાં તીર્થ કરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મેક્ષ આદિના સમયને જાણ એ મહોત્સવ કરવા આવે. નારકી જીવો પણ અવધિજ્ઞાન દ્વારા પિતાના પૂર્વ ભવેને જોઈ, પૂર્વે જેની સાથે વેર બંધાવ્યું હોય તે જીવ પણ ત્યાં નરકમાં ઉત્પન્ન થયે હેય તે પૂર્વનું વેર યાદ કરી તેને બદલે લે. નરક ગતિમાં વેરને બદલે જેટલો લેવાય તેટલે બીજે ન લઇ શકાય. માનવ કે પશુ યોનિમાં વેરનો બદલે વાળવા જીવ શું કરી શકે ? બહુ તે જેના પ્રત્યે વેર છે તેને જાનથી મારી નાખે. તેથી પણ વધુ ખુન્નસ ચડે તે મારેલા શબના ટુકડે-ટુકડા કરી નાખે. એથી વિશેષ શું કરી શકે ? જ્યારે નારકી જીવોનાં તે શરીર જ એવાં હોય છે કે તેના ટુકડે ટુકડા કરી નાખે, રાઈ–રાઈ જેવડા ટુકડા