________________ 100 હું આત્મા છું અહીં ગુરુદેવે જિન સ્વરૂપ જેવું જ નિજ સ્વરૂપ છે તે બતાવી દીધું. તથા એ સ્વરૂપનું ધ્યાન કરવાથી એ સ્વરૂપને પામી શકાય છે. જિનદશાનું ધ્યાન કરવાથી જિનરૂપ થવાય છે. - જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે, ભૂગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે......... આનંદઘનજી મહારાજ કહે છે કે રાગાદિની મંદતા કરી, વીતરાગ દશાના લક્ષ્ય જિનવરની આરાધના થાય તે જીવ જિનવર બની જાય. કીટ ભ્રમરના ન્યાયે એક કહેવાય છે કે ભમરી માટીનું ઘર બનાવી, લીલા ઘાસમાંથી ઈયળને લાવી, તેને ડંખ મારી પિતાના ઘરમાં નાખી દે અને દિવસો સુધી એ માટીના ઘર આસપાસ ગુંજારવ કરતી ફરે. પેલી ઈયળ ભમરીના ડંખની વેદનાથી દુઃખી હોય પણ ગુંજારવ ગમતું હોય તેમાં તેને મોહ લાગે અને અસહ્ય વેદનાથી મરી જાય અને પછી એ જ માટીના ઘરમાં ભમરી રૂપે ઉત્પન્ન થાય. એ માટીના ઘરમાંથી બહાર નીકળે તે જગત તેને ભમરી રૂપે જ જુએ. એ જ ન્યાયે જિનવરના સ્વરૂપમાં મગ્ન બનીને જિનવરને આરાધે તે જિનવર બને. આમ સદ્દગુરુની આજ્ઞા અને જિનવરના સ્વરૂપનું ધ્યાન આ બને નિમિત્તે યથાર્થરૂપે ગ્રહણ કરવાથી જીવમાં પડેલું સિદ્ધત્વ પ્રગટ થાય છે. પણ જે નિમિત્તોને અ૫લાપ કરે તે સિદ્ધદશાની પ્રાપ્તિ ન કરી શકે. એ વિષય અવસરે...