________________ એ જે તજે નિમિત્ત કે સંતે ક્ષમા રાખતાં શિખવે છે ને હું તેનું નિમિત્ત પામી ક્ષમા રાખતાં શિખે ! ખરાબ નિમિત્તને ગ્રહણ કરતાં જરા ય વાર નથી લાગતી અને સારાં નિમિત્તને સ્પર્શ પણ થવા દેતાં નથી. એટલું જ નહીં ત્યાં તે એમ માની બેસીએ કે મારું સિદ્ધત્વ મારામાં જ પડેલું છે. મારે કેઈના આલંબનની શી જરૂર છે ? મારૂં મારામાંથી હું જ મેળવી લઈશ ! પણ ના, શ્રીમદ્જી એવા જીને કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ તારા જ ગુણ છે. એ બહારથી લાવવાના નથી. તારા આત્મામાંથી જ તારે પ્રગટ કરવાના છે. પણ તે માટે નિમિત્તને અપલાપ કરીશ તે નહીં ચાલે. તેઓએ કહ્યું છે એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિ બંધ મૂળ.... ઉપદેશ સદગુરુને પામવે રે ટાળી સ્વછંદ ને પ્રતિબંધ મૂળ. તારા મૌલિક ગુણરૂપ જ્ઞાનાદિને પામવા હોય અને અનાદિનું જે બંધન છે તેને તેડવું હોય તે પહેલું કામ તે સદ્દગુરુના ઉપદેશશ્રવણનું છે. સદ્દગુરુના ઉપદેશને ઝીલ્યા વગર, અંતરમાં ઉતાર્યા વગર, આચરણમાં લાવ્યા વગર, તારા મૂળ સ્વરૂપને તું પામી શકીશ નહીં. પણ આ કરવામાં આડે આવે છે એક સ્વછંદ અને બીજે પ્રતિબંધ, શ્રીમદ્જીએ એમના એક પત્રમાં કહ્યું છે જીવને મોટામાં મોટાં બે બંધન છે. એક સ્વચ્છેદ અને બીજો પ્રતિબંધ. જેણે સ્વછંદને ટાળવો હશે તેણે ગુરુ-આજ્ઞા શિરોધાર્ય કરવી પડશે. અને પ્રતિબંધ ટાળવો હશે તેણે સર્વસંગ પરિત્યાગી થવું પડશે. સ્વચ્છેદના વિષયમાં આ શાસ્ત્રની ભૂમિકામાં શ્રીમદ્જી ઘણું કહી ગયા છે. પિતાના મતે ચાલવાને કદાગ્રહ અને અહંકાર તે છે સ્વચ્છેદ. પ્રતિબંધ શું છે? શેને છે ? જે જીવને પ્રતિ સમય બાંધી રહ્યો છે તે છે પ્રતિબંધ. જીવને પુદ્ગલને સંગ છે. પુદ્ગલની પ્રીતિ છે. અહં અને મમ પડયા છે. આ બધા જ ભાવો જીવ માટે પ્રતિબંધક કારણે છે.