________________ 105 એ જે તજે નિમિત્ત ગુરૂ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બલોહીન જય નર દૂજે પાંવ બિન ચલબે કે આધીન ગુરુના ઉપદેશરૂપ નિમિત્ત વિના, ઉપાદાન નિર્બલ બની જાય છે. માત્ર ઉપાદાનથી કશું થતું નથી. જેમ માણસને ચાલવું હોય તે બને પગ જોઈએ. કોઈ કારણસર એક પગ કપાઈ જાય તે માત્ર એક પગથી ચાવી શકે નહીં. પછી પગના બદલામાં ઘડી હેય, સ્ટીક હોય કે ગમે તે સાધન હોય પણ ચાલવા માટે બે પગ જોઈએ. તેમ ઉપાદાન હવા પછી પણ નિમિત્તની આવશ્યકતા છે જ. આમ કહેવા પાછળને હેતુ એ છે કે કેટલાક માત્ર નિશ્ચયને આશ્રય કરીને ચાલતા હોય તે વ્યવહારમાં પણ દેવ, ગુરુ, ધર્મરૂપ ત્રણ તને આશ્રય ગ્રહણ કરવા નથી માંગતા. તેઓ તે કહે કે મારો આત્મા જ મારે દેવ, જ્ઞાન તેજ ગુરુ અને ઉપગ તે જ ધર્મ. મારે બીજા દેવ, ગુરુ, ધર્મની શી આવશ્યકતા છે? આવા એકાંત પ્રલાપી છે માટે જ આ કહેવામાં આવ્યું છે, કે તારૂં ઉપાદાન ગમે તેટલું જોરદાર હશે પણ રોગ્ય નિમિત્ત નહીં મળે તો ઉપાદાન કંઈ નહીં કરી શકે. વળી લૌકિક દષ્ટાંત દ્વારા બનારસીદાસજી કહે છે– જ્ઞાન નૈન કિરિયા ચરન | દોઉ શિવમગ ધાર; ઉપાદાન નિહચે જહાં તહાં નિમિત્તા હાર. જ્ઞાનનયન તથા કિયાચરણ- આ બને હોય તે જ મોક્ષમાર્ગે ગતિ સાથે પ્રગતિ થાય, અન્યથા અવિકસિત દશામાં જ રહી, સંસારમાં ભમ્યા કરે. માટે એ સમજવું જરૂરી છે કે ઉપાદાન નિશ્ચયરૂપ છે તે નિમિત્ત વ્યવહારરૂપ છે. જે જીવને આ સમજાયું છે તે પિતાના ઉપાદાનને તૈયાર કરવાની સાથેસાથે નિમિત્તની ભાવના પણ ભાવે છે. સુખવિપાક સૂત્રમાં સુબાહુકુમારને