________________ 104 હું આત્મા છું ગમે તેવા સંત પધાર્યા હોય, સત્સંગને સુયોગ પ્રાપ્ત થયું હોય પણ સંસારની માયા, મેહજાળમાં એવા લપેટાયેલા છે કે સદ્ગુરુના ઉપદેશને સાંભળવા જવાને સમય ન હોય. મેહ અને મમતવ સંસાર ભાવમાં ખેંચી રહ્યું હોય તેથી તેનાથી છૂટી સદ્ગુરુના વેગને લાભ ઉઠાવી શકે નહીં. બીજી વાત, કર્મબંધ અને ઉદયની દષ્ટિએ પ્રતિબંધ, જીવ સમયે-સમયે કર્મબંધ કરે છે એમ શાસ્ત્રોમાં કહ્યું, એ કેવી રીતે ? પૂર્વે કરેલાં કર્મો સત્તામાં પડયા છે. તેને કાળ પાકતાં એ ઉદયમાં આવે અને તેનું ફળ આપે. જીવ આવેલા ઉદયમાં ભળી જાય. પુણ્ય ઉદયમાં આવે અને શુભ ફળ આપે તે એ ભેગવવામાં ભળી જાય છે. પાપ ઉદયમાં આવે, અશુભ ફળ આપે તે તે ભેળવવામાં પણ ભળી જાય છે. શુભ ફળે રાગનું કારણ બને, અશુભ ફળે દૈષનું કારણ બને. રાગ-દ્વેષ અને કર્મબંધનાં કારણ. એટલે ઉદયમાં આવેલાં કર્મોના શુભા-શુભ ફળમાં ભળવાથી થતા રાગ-દ્વેષ કર્મ બંધાવે. આમ જીવ ઉદયમાં ભળે તે કર્મબંધ થાય છે અને તે છે પ્રતિબંધ. આત્મા શુદ્ધ, નિર્વિકારી છે પણ કર્મબંધના કારણે વિકારી અને આ વિકાર સંગને રાગ જન્માવે અને જીવને સદ્દગુરુના ઉપદેશની સન્મુખ ન થવા દે. - આ પ્રતિબંધને ટાળ હોય તે જીવે સાક્ષીભાવ કેળવવું પડે. કર્મ તેના સમયે ઉદયમાં તે આવવાનાં જ પણ જવ જે તેનો ક્ષયોપશમ કરે છે તેમાં ન ભળે. અરે ! કદાચ વિપાકેદય થયો હોય પણ જીવની સમજણ તેમાં મોહદય ન થવા દે, તે નવા કર્મના બંધ થાય નહીં અને જીવને પ્રતિબંધ ટળે. આમ સ્વચ્છેદ અને પ્રતિબંધ ટળવા પછી સદ્ગુરુના ઉપદેશનું નિમિત્ત જીવ ગ્રહણ કરી શકે છે. અને તે આત્માના મૌલિક ગુણેની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. તેથી નિમિત્તને તજવાનું નથી. જ્યાં ઉપાદાન નિશ્ચયરૂપ છે. ત્યાં નિમિત્ત વ્યવહારરૂપ છે. વ્યવહાર વિના એકાંત નિશ્ચયથી કેઈ કાર્ય થતું નથી. કવિવર બનારસીદાસ પણ કહે છે.