________________ 102 હું આત્મા છું મેક્ષમાગે આત્મા પોતે જ ઉપાદાનકારણ છે. મેક્ષ પામવાની ગ્યતા આત્મામાં જ છે. સર્વથા બંધનમુક્ત થવાનું સામર્થ્ય પણ આત્મામાં જ છે. આમ મેક્ષનું મુખ્ય કારણ આત્મા જ છે. નિશ્ચય નય પણ એજ કહે છે કે આમા પિતે જ સ્વ પુરુષાર્થે જ બંધનમુક્ત થાય છે. બીજાં કઈ દ્રવ્ય આત્મા માટે કશું કરી દેતાં નથી. છતાં નિમિત્તની આવશ્યક્તા અનિવાર્ય છે. નિમિત્તની હાજરી વગર ઉપાદાન કાર્યકર થઈ શકતું નથી. જેમકે રાગાદિરૂપે પરિણમવું એ પણ જીવની જ શક્તિ છે. જીવ સિવાય અન્ય દ્રવ્ય રાગાદિરૂપ પરિણમી શકતું નથી. વળી વીતરાગભાવમાં પરિણમવાની શક્તિ પણ આત્માની જ છે. જડ દ્રવ્યોમાં રાગ નથી તે વીતરાગતા પણ નથી. આ બંને શક્તિ આત્માની હેવા પછી પણ નિમિત્તરૂપ પર-પદાર્થ તે હોય જ છે. જીવને રાગાદિ ભાવ થયા તેમાં પણ કર્મ તથા અન્ય વ્યક્તિ-વસ્તુ-વાતાવરણ વગેરે નિમિત્ત થાય છે અને વીતરાગદશાવાળે થયે ત્યાં ગુરુ ઉપદેશ તથા મેહનયના ક્ષયરૂપ નિમિત્ત છે. આમ નિમિત્ત વિના જીવની વૈભાવિક કે સ્વાભાવિક અવસ્થા હોતી નથી. વ્યવહારિક જીવનમાં પણ આમ જ બનતું હોય છે. ત્યાં પણ કઈ કાર્ય થવામાં ઉપાદાન આપણું જ હોય અને નિમિત્ત બીજાનું હોય. પરંતુ જીવની અવળાઈ એવી છે કે વ્યવહારિક જીવનમાં સારું બને તે પોતે જ કર્યું તેમાં નિમિત્તે કશું કર્યું નથી એમ માનીએ અને કંઈક ખરાબ ઘટિત થયું તે બધું જ છેષ નિમિત્ત પર નાખી દેતા હોઈએ છીએ. ત્યાં એમ નથી સમજતા કે મારા પિતાને પણ કંઈક હિસે આમાં છે. એવું નિમિત્ત કાંઈ કરી શકે નહીં. વળી એથી પણ વધુ અવળાઈ તે જીવની ત્યાં છે કે કોધાદિનાં નિમિત્તે મળે તે એ તરત ગ્રહણ કરી લે. પછી જુઓ અંતરને ! કેધનાં કારણે મળ્યાં ત્યારે કેટલી વાર ખાશ રહી શકયા ? અને આત્મઆરાધનાનાં નિમિત્તે મળ્યાં ત્યારે કેટલી વાર સક્રિય બની શક્યા ? ક્રોધ કરતી વખતે તે એમ કહીએ કે શું કરું ? મારે ક્રોધ કર નથી હેતે પણ અમુક વ્યકિતએ મને કીધ કરાવ્યો. પણ ક્યારેય એમ બેલ્યા