________________ 106 હું આત્મા છું અધિકાર આવે છે. બાર વ્રતધારી શ્રાવક સુબાહકુમાર એક વાર પૌષધ કરી પૌષધશાળામાં રાત્રિના ધર્મજાગરણ કરી રહ્યા છે. તેમના મનમાં ભાવના જાગી કે ધન્ય તે દેશ, નગરી કે જ્યાં શ્રમણ ભગવત મહાવીર વિચરી રહ્યા છે અને ભવ્ય જીવે પ્રભુનું પરમ સાનિધ્ય પામી સંસાર તરી રહ્યા છે. મને પણ એવે વેગ કયારે મળે? જે પ્રભુ મહાવીર અહીં પધારે તે હું સર્વ સંગ પરિત્યાગી બની પ્રભુના ચરણમાં દીક્ષિત બની જાઉં. સુબાહુકુમારની આ પ્રબળ ભાવના પ્રભુને તેની નગરીમાં લઈ આવી અને સુબાહુકુમાર દીક્ષિત થઈ ગયા. બંધુઓ ! સુબાહકુમારે નિમિત્ત ઈચ્છયું. પિતાનું ઉપાદાન તૈયાર કર્યું અને નિમિત્ત મળતાં તરત તેને ગ્રહણ કર્યું તે આત્મહિત સાધી ગયા. પરંપરાએ સિદ્ધત્વને પામી જશે. અહીં શ્રીમદ્જી કહે છે કે જે નિમિત્તને ગ્રહે તે જ મુક્તિ મળે અન્યથા નહીં. જેઓ નિમિત્તને અ૫લાપ કરે તે માત્ર પોતે કંઈક સાધી રહ્યા છે એવી ભ્રાંતિમાં જ રહે, પણ હાથ કંઈ આવે નહીં, અહીં એકાંત આગ્રહી જીવ ક્યાં શું ગુમાવી રહ્યો છે તે બતાવ્યું છે. પિતે સિદ્ધ સ્વરૂપી હોવા છતાં પિતાની ભૂલને કારણે જ પામી શકતા નથી એ ભૂલ સુધરે તે જરૂર સિદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકે. હવે જીવની ભ્રમણાઓ અન્ય ક્યાં છે તે અવસરે...