________________ મુખથી જ્ઞાન કથે 111 બહુ જાણે છે, પોતે જાણે છે સમજે છે એટલું બીજા કઈ જાણતા નથી આવું કહેવડાવવાના મેહમાં કેવડો માટે અનર્થ આચરી બેસે છે ! પહેલી વાત તે એ કે તેને સાચા જ્ઞાનીની ઓળખ થતી નથી. જ્ઞાનીના ચરણમાં જઈ શકતા નથી. જ્ઞાની પ્રત્યે અહંભાવ કેળવી શકતા નથી. જ્ઞાનીની આદર ભક્તિ કરી શકતો નથી. પણ જ્ઞાનીને બેટા ઠરાવવાના પ્રયાસો કરે છે. તેમના પ્રત્યે ઈર્ષા સેવે છે, અને જ્ઞાનીનું ખરાબ થાય એવું ઈચ્છ થઈ જાય છે ! આ કેવડો મોટો દ્રોહ ! આ કાળમાં પણ ચારે બાજુ આવું જોવા મળે છે. આપણો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. મહાવીરની સામે ગોશાળાએ કે દ્રોહ કર્યો ! પણ બંધુઓ ! તે કહીશ કે ગોશાળ સારે હતા. એણે દંભ ન સેવ્યો. મહાવીર પ્રત્યે ઇર્ષાના ભાવ જાગ્યા તે જગત જુએ એ રીતે તેની સામે આવ્યું અને પ્રભુને પડયા ! અને ઈતિહાસના પાને ચડી ગયે. પણ આ કાળ તો બહુ ભયંકર કાળ છે ! આ યુગમાં ઈર્ષ્યા-દ્વેષથી એક-બીજાનું સત્યાનાશ કરનારાઓ એવા દંભી હોય છે કે પાછળથી જ વાઘની જેમ થાપ મારે. જેના પ્રત્યે દ્વેષ-ઈષ્ય સેવે છે તેને પણ ખબર ન પડે અને સમાજ પણ ન જાણે. સમાજમાં તે એ સાથે જ રહે! આ દંભ તે મહા મોહનીય કર્મ બંધાવનાર છે. ! ગોશાળા વિશે વિચારીએ. ભગવાન મહાવીરની છદ્મસ્થ અવસ્થામાં, છ વર્ષ સુધી પ્રભુની સાથે, પ્રભુને શિષ્ય બનીને રહ્યો. સાથે વિચરણ કર્યું. પ્રભુ પાસેથી ઘણું યે શીખે. અને પ્રભુથી અલગ વિચરવા માંડશે. પિતે સંન્યાસી તે હતે જ અને અનેક વિદ્યાઓ જાણી લીધી હતી. ભૂતભવિષ્યનાં કથન પણ કહેતાં શિખી ગયું હતું અને તેણે પિતાને ન ચેક ઊભું કર્યો. હજારે લોકોને આકર્ષ્યા. લકે તેના ભકત બન્યા અને ગશાળે પૂજાવા માંડ્યો. તેનામાં લેકેને પિતાની પાછળ ફેરવવાની કળા હતી. આ કળા હોય તે ભકતોનાં ઝુંડ વધતાં વાર ન લાગે. અમારા સ્વ. ગુરુદેવ પૂજ્ય પ્રાણલાલજી મહારાજ સાહેબ ઘણી વાર કહેતા. “કુકનેવાલે