________________ મુખથી જ્ઞાન કથે... ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કરનારે જીવ સર્વ-સર્વદશી બને છે. સર્વજ્ઞતા જ્ઞાનગુણની ચરમ પરિણતિ છે. વિશ્વનાં સર્વ - પર્યાને જાણવાની સાથે પોતે પિતાને સર્વ ગુણે સહિતને સંપૂર્ણ અનુભવ કરે, તે સંપૂર્ણ જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાનરૂપ કેવળજ્ઞાન સિવાયનાં બધાં જ જ્ઞાન અધૂરાં અપૂર્ણ. પૂર્ણતા માત્ર કેવળજ્ઞાનમાં જ હોય, વળી આગળ કહી ગયા તેમ કેવળજ્ઞાન અનંત છે. અને મતિ-કૃત આદિ જ્ઞાન સંતવાળા છે. એટલું જ નહીં પણ પૂર્વેનું જ્ઞાન હોય તેવા જીનું જ્ઞાન પણ કેવળજ્ઞાનના અનંતમા ભાગે જ છે. અગાધ સમુદ્રની સામે જેટલું મૂલ્ય એક બિંદુ પાણીનું, બસ, કેવળ જે આ સત્ય સમજાય તે કઈ જીવ જ્ઞાનને મદ કરી શકે નહીં. મદ કરવા જેટલું જ્ઞાન હોય તે તે કેવળજ્ઞાન જ છે. હું તે ઘણી વાર પ્રવચનમાં કહું છું કે જ્ઞાનને મદ કરવાનું મન થાય તે હમણું રહેવા દો. આટલા અમથા જ્ઞાનને શું મદ કરે ? કર હોય તે કેવળજ્ઞાન થયા પછી કરજે. એની તુલનામાં કઈ જ્ઞાન ઊભું નહીં રહી શકે ! બંધુઓ ! તમારા ઉત્તરની મને ખબર છે. તમે કહેશે : અંતરમાંથી સર્વથા મદનો નાશ થશે ત્યારે તે કેવળજ્ઞાન થશે તે મદ કરાશે કયાંથી ? બસ, એ જ બતાવે છે કે જ્ઞાન એ મદ કરવાનું સાધન નથી. જ્ઞાન ભણતાં