________________ 108 હું આત્મા છું કે ભણી લીધા પછી જિનવરને વંદીએ અને કહીએ હે પ્રભુ ! ઘણું યે ભર્યો, ઘણું જ્ઞાન મને થઈ ગયું, એમ માનું છું પણ એ તારા જ્ઞાનના અનંતમા ભાગથી જરા ય વધારે નથી, તે ચડેલે મદ ઉતરી જશે અને નમ્રતા આપોઆપ આવશે. જેને પિતાના જ્ઞાનની મર્યાદાનું ભાન નથી એવા અપૂર્ણ છે કંઈક મેળવી લે, થોડા ગ્રંથ વાંચી લે, થેડું સમજતાં શિખી જાય કે એ માનતે થઈ જાય કે મારા જે જ્ઞાની કેઈ નથી. પોતાને સંપૂર્ણ માનવા તથા મનાવવા માંડે એટલું જ નહીં પૂજા પ્રતિષ્ઠાની ભાવના પણ તેને થાય. લોકો પાસેથી એવી અપેક્ષા સેવતે પણ થઈ જાય. આમ પૂજા પ્રતિષ્ઠાને યશ-કીતિને મેહ છૂટ ન હોય. આ લેભ તે પડયે જ હોય અંતરમાં. એવા જીવને શ્રીમદ્જી દ્રોહી કહીને સંબોધે છે. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ..૧૩૭. જેની કથની અને કરણીમાં એકતા નથી પણ અંતર છે એવા એકાંત નિશ્ચયવાદી છે, મુખથી તે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરતા હોય. હું ત્રિકાળી સત્ શુદ્ધ આત્મા છું, મારે આત્મ-પ્રભુ સર્વથી ભિન્ન-અસંગ છે, નિરાગી ભગવંત છે, અખૂટ સામર્થ્યને ધણું છે. આ અને આવા બીજા અનેક ગુણોનો મહિમા, પિતે સંપૂર્ણ જ્ઞાની છે એમ માનીને ગાતે હેય. પરંતુ એના અંતરંગને તપાસીએ તે તેમાં વિકારે એટલા જ ભર્યા હેય. પિતાને ત્રિકાળી સત્ માનતે હોય અને મૃત્યુને ડર ઓછો ન થયે હાય. મરવું ગમતું ન હોય. મરણની વાત આવે ત્યાં તેનાથી દૂર ભાગતે હેય. જે દ્રવ્ય ત્રિકાળી સત્ છે તેને કયાં મરવાનું છે ? છતાં હું મરી જઈશ તો ? આ વિચાર એને કાયમ પીડતે હેય. પિતાના ત્રિકાળી સ્વરૂપ પર એને વિશ્વાસ ન હોય. આત્માની શુદ્ધતાની વાત કરનાર રાગ કે દ્વેષના એક પણ નિમિત્તને છોડી શક્તો ન હોય. વિષયના રાગ અંદરથી છૂટયા ન હોય. ઈન્દ્રિાના