________________ એ જે જે નિમિત્ત..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, ઉપાદાન-નિમિત્તને યથાર્થ વિવેક કરનાર જીવ, સમ્યક્ પ્રકારે કરી શકે છે. બન્નેનું પિત-પોતાના સ્થાને મૂલ્ય છે. ઉપાદાન જરૂરી છે, તે નિમિત્ત પણ જરૂરી છે. એ વાત સત્ય છે કે પિતાના ઉપાદાનની તૈયારી હોય તે જ સ્વપુરુષાર્થના બળે જીવ સિદ્ધત્વ પામી શકે છે. પણ તેની સાથે જોઈતાં નિમિત્તોની અવગણના ન થાય તે લક્ષ રહેવું પણ જરૂરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજી આ તથ્યને સ્પષ્ટ કરતાં બહુ જ મહત્વપૂર્ણ વાતે બતાવે છે. ઉપસંહારની એક એક ગાથાઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ અને રહસ્યાત્મક છે. અહીં સનાતન સત્યોને ઉદ્દઘાટિત કરે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા, આ બન્ને પ્રબળ નિમિત્તો છે એ આગલી ગાથામાં સમજાવ્યું. એ નિમિજ્ઞોનું મહત્ત્વ કેટલું છે એ હવે સમજાવવા માગે છે. ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત...૧૩૬ ઉપાદાન એ શું છે ? ઉપ અર્થાત્ સમીપ અને આદાન અર્થાત્ ગ્રહણ કરવું. જે નજીકથી ગ્રહણ કરાય તે ઉપાદાન એટલે જે દ્રવ્યની શકિત દ્રવ્યથી જ ઉત્પન્ન થાય તે ઉપાદાન. પ્રત્યેક દ્રવ્યથી થતા કાર્યમાં ઉપાદાનકારણ પિતાનું જ હોય અને અન્ય દ્રવ્યથી જે શક્તિ પેદા થાય તે નિમિત્ત કારણ.