________________ 99 સર્વ જીવ છે સિદ્ધ સમ એવું બને જ નહીં. માટે આ આજ્ઞાનું પાલન તન-મન-વચનના સંપૂર્ણ ચોગોની સમર્પણતા સાથે કરવાનું છે. બીજું નિમિત્તે કહ્યું જિનદશાને વિચાર અને તે પ્રગટ કરવાને પુરુષાર્થ. એ જિનદશા કેવી છે તે પણ શ્રી જ્ઞાનાવમાં બતાવ્યું છે अतुल सुख निधान ज्ञान विज्ञान बीजम् विलय गत कलङ्क शान्त विश्व प्रचारम् गलित सकल शङ्क विश्वरूपं विशालम् भज विगत विकार स्वात्मनात्मानमेव જેવું જિન વરૂપ તેવું જ નિજ સ્વરૂપ. તેથી જ ગુરુદેવ આત્મન ને સંબોધીને કહે છે હે આત્મન્ તું અનંત-અતુલનીય સુખને નિધાન છે. તારા સુખની સામે સંસારનાં સર્વ સુખો તુચ્છ છે. આત્માના એક પળના સુખની સાથે ચકવતીના છ ખંડ રાજ્યની સાહ્યબીનાં સુખ કઈ વિસાતમાં નહીં. એ તું અતુલ સુખને નિધાન છે. સારા યે જ્ઞાન અને વિજ્ઞાનનું બીજ પણ તારામાં છે. તારા અનંતજ્ઞાનના પ્રાગટય માટે કયાંયથી એક અક્ષરના અનંતમા ભાગ જેટલા જ્ઞાનને ઉછીનું લાવવાની જરૂર નથી. તારામાંથી જ તારા અનતજ્ઞાનને તું પામી શકે છે. સંસાર છે ત્યાં કલંક છે. મોહ છે ત્યાં કલંક છે. તે સંસાર પણ નથી અને મેહ સ્વરૂપ પણ નથી માટે તું નિષ્કલંક. આખા યે વિશ્વમાં તારા આત્માની શાતિ ફેલાયેલી છે. તે કદી અશાન્ત થઈ શકે નહીં, કેઈને અશાંત કરી શકે નહીં. એવી અમાપઅખિલ શાંતિને ધારક છે. સર્વ વિકલ્પ જ્યાં સમાઈ ગયા છે તેવી નિર્વિકલ્પ દશાને ઘણી તું. આત્માની સર્વ દશા સંપૂર્ણ-શુદ્ધ દશા તારી, તેથી કયાંય કેઈ શંકા નથી તે નિઃશંક તું છે. કેવળજ્ઞાન લેકાલેક વ્યાપી છે. તેવી કેવળજ્ઞાનની શક્તિ તારામાં પડી છે તેથી તું વિશ્વવ્યાપી છે. આવા મહાન અને નિર્વિકાર તારા આત્માના જ શુદ્ધ સ્વરૂપને તારા આત્મા વડે જ આત્મામાં ભજ. તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કર