________________ હું આત્મા છું - યથાર્થ ભાન કરી, જિન દશા પ્રગટાવી લે. બસ, પછી સિદ્ધત્વ પ્રગટી ચૂકયું જ સમજ. સદગુરુની આજ્ઞા શી છે? સદ્ગુરુએ જે કરવાનું કહ્યું છે તે કર. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે પદમાં છેલ્લું પદ " પાય તે જ ખરેખર આચરણીય છે. ગુરુદેવે એ જ મોક્ષને માર્ગ બતાવ્યું છે. જે માર્ગને અનુસરવું તે જ છે સદ્ગુરુની આજ્ઞાનું આરાધન. શ્રી જ્ઞાનાર્ણવ નામના અદ્ભૂત ગ્રંથમાં ગ્રંથકાર કહે છે विरम विरम संगान मुञ्च मुञ्च प्रपञ्चम् विसृज विसृज मोहम् विद्धि विद्धि स्वतत्त्वम् / कलय कलय वृत्त पश्य पश्य स्वरूपम् कुरु कुरु पुरुषार्थ निवृत्तानन्द हेतेः // ખરેખર જેને વિશ્વથી નિવૃત્ત થઈ નિજાનંદની મસ્તી માણવી છે, તેને સદ્દગુરુદેવ કહે છે સર્વ પ્રથમ તે સંગને ત્યાગ કર. પુગલને સંગ, વ્યક્તિને સંગ. આ બને સંગ ત્યાજ્ય છે. કારણ કે જીવની દશા તે અસંગ દશા છે. સર્વ પ્રકારનાં પાપ-પ્રપંચને ત્યાગ કર, જીવ તે સરળ છે. પ્રપંચ તે જીવને સ્વભાવ નથી. મહને તજી દે. સંસારમાં ભમાવનાર મોહ છે. મોહ નથી તો સંસાર નથી. આટલું થયા પછી આત્મતત્વને બોધ થશે. માટે આટલું કર્યા પછી આત્મતત્વને બંધ કરી લે. તે પછી ચારિત્રને અભ્યાસ કરે. ચારિત્રનું વારંવાર પાલન કરવાથી તેને અભ્યાસ થાય છે. માટે તે કર. તે પછી સ્વરૂપને જે. જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવું જ તારું સ્વરૂપ છે માટે તારા સ્વરૂપને યથાર્થ રીતે જાણી લે, શ્રદ્ધા લે, સ્પશી લે, અનુભવી લે અને નિરંતર આત્મસ્વરૂપના અનુભવમાં રમમાણ થઈ જા. છેલ્લે મેક્ષ સુખના અનંત આનંદ માટે પુરુષાર્થ કર. પુરુષાર્થ વિના કંઈ જ સાધ્ય થતું નથી. મેક્ષ સ્વપુરુષાર્થ સાધ્ય છે. આમ ગુરુદેવ, મેલનાં સુખને પામવાની ચાહ ધરાવતા શિષ્યને રાહ બતાવે છે. આટલું કર્યા પછી મોક્ષ ન મળે, તારું સિદ્ધત્વ પ્રગટે નહીં