________________ હું આત્મા છું વધવાનું છે, અને છેડી દેવાનાં છે તેને અનિત્ય કહ્યાં છે પણ અહીં અનિત્ય ભાવના ભાવી બધું જ અનિત્ય ખરાબ એમ સમજી એ-એ ગુણસ્થાનને પ્રાપ્ત કરવાને પુરુષાર્થ ન કરે એમ નથી. પણ અનિત્ય હેવા છતાં એ દશા પ્રાપ્ત કરવી જ પડે. માટે એ સિદ્ધાંત ન રખાય કે જેટલું અનિત્ય એટલું બધું જ ખરાબ અને બધું જ ત્યાજ્ય. પણ લક્ષ્ય શું છે તે ખ્યાલ રહે અતિ આવશ્યક છે. શ્રીમદ્જી એ જ કહેવા માગે છે કે તારૂં લક્ષ્ય તારામાં જ પડયું છે. તું છે તે પામી શકે છે - સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય...૧૩૫.... પ્રથમ તે જીવે સમજવાનું છે, પછી આચરવાનું છે. એ સમજણ હેવી ઘટે કે હું સિદ્ધ સ્વરૂપી છું મારામાં તથા સિદ્ધ સ્વરૂપમાં સ્વરૂપ એકતા છે. કારણ હું આત્મા છું. જગતમાં રહેલ સર્વ જીવમાં સિદ્ધત્વ છે. પછી તે જીવ ગમે તેવો કેમ ન હોય? જ્ઞાની પુરુષે તે જીવના પરિણામિક ભાવની અપેક્ષાએ, તેને બે વિભાગમાં બતાવે છે. 1. ભવ્ય 2. અભવ્ય. આ બંને પ્રકારના જીવોનું મૂળ સ્વરૂપ સિદ્ધ જેવું જ છે. આત્માના મૂળ સ્વરૂપમાં જે ભવ્ય તે જ અભવ્ય. છતાં કહેવામાં આવ્યું કે ભવ્ય જીવ મોક્ષ પામે. અર્થાત્ પિતાના સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે પણ અભવ્ય જીવ ન પામે. બન્ને પ્રકારના જીનું સ્વરૂપ એક હેવા છતાં અભવ્યમાં રહેલ અભવ્યત્વના કારણે આત્મ-વિકાસના આંતરિક ગ તેને મળતા નથી. તેથી બાહ્ય ગેમાં અટવાયા પછી પણ એ પિતાનું પરમાત્મત્વ જગાડી શક્ત નથી. વળી ભવ્યમાં પણ નિકટ ભવ્ય અને દુર્ભવ્ય આ બે પ્રકારના જીવે બતાવ્યા કે જેઓ જલદી મોક્ષે જાય છે અને કેટલાક ઘણે અનંત કાળ સંસારમાં રખડ્યા પછી મોક્ષે જાય. આ તથ્યને જરા વિસ્તારથી સમજીએ. જેમ ખેતરમાં પાકેલ અનાજ, અનાજના બધા જ દાણું ઉગવાની યોગ્યતા ધરાવતા હોવા છતાં, પાકેલ