________________ સર્વ જીવે છે સિદ્ધ સમ.. વસ્તરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, જીવને તેના ચરમ વિકાસરૂપ, સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવે છે. ચરમ વિકાસ કહે કે જીવનું મૌલિક સ્વરૂપ કહો એ છે સિદ્ધત્વ. જીવને પ્રાપ્તવ્ય પણ તે જ છે. આત્મઆરાધનાના માર્ગની શરૂઆત સમ્યગદર્શનરૂપ ચોથા ગુણસ્થાનથી થાય. એ પછી જીવ ક્રમશઃ આગળ વધતો વિરતિ ભાવરૂપ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત કરે. અપ્રમત્ત ભાવરૂપ સાતમ ગુણસ્થાને સ્પશી આગળ વધી આઠમા ગુણસ્થાને ક્ષપકશ્રેણુએ ચડે અને એક જ અંતર્મુહૂર્તમાં બારમે ગુણસ્થાને પહોંચી કેવળજ્ઞાન પામી જાય. તે પછી કેવળ અવસ્થામાં કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમક્તિ, શુકલ ધ્યાન, યથાખ્યાત ચારિત્ર આદિ ભાવમાં ચિરકાળ સુધી રહે અને અંતે સગીમાંથી અગી બને. શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરે. મેરૂ જેવી અડલ-એકંપ–અચલ દશામાં સર્વ કર્મથી મુક્ત થાય આમ ચેથાથી ચૌદમાં ગુણસ્થાન સુધીની યાત્રા તે અનિત્ય દશા. બધી જ વચલી દશા. માર્ગેથી પસાર થતાં આ બધું પાર કરવું જ રહ્યું. આ માત્ર માર્ગ છે પણ મંઝિલ છે સિદ્ધત્વ. જે નિત્ય શાશ્વત દશા છે. આદિ-અનંત છે. જીવનું ગંતવ્ય એ જ છે. પણ વચલી દશાને પાર ન પામે તે ગંતવ્યને આંબી શકે નહીં. અને તે માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ આરાધનાનાં આ બધાં જ સપાને બતાવ્યાં. આ બધાં જ સંપાને પરથી પસાર થવાનું છે. તેને પ્રાપ્ત કરી આગળ