________________ 88 હું આત્મા છું અવધિજ્ઞાન થયા પછી અંતરના પુરુષાર્થના જોરે અવધિજ્ઞાનાવરણીય ક્ષપશમ વધતું જ રહે તે જેટલું અવધિજ્ઞાન થયું હોય તેથી વધતું જાય. દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવ ચારેય પ્રકારે વૃદ્ધિ થતી રહે તે વર્ધમાન અવધિજ્ઞાન, તેનાથી ઊલટું એટલે કે આત્મપરિણામે મંદ થતાં જાય તેથી ક્ષયપશમ વધવાને બદલે ઘટે તે જેટલું અવધિજ્ઞાન થયું હોય તે ધીમે ધીમે ઓછું થતું જાય તે હાયમાન અવધિજ્ઞાન. એક વખત અવધિજ્ઞાન થયા પછી, ફરી અવધિજ્ઞાનાવરણીય કર્મનું આવરણ આવી જતાં, એ જ્ઞાન ચાલ્યું જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન અને એક વાર આવેલું અવધિજ્ઞાન કદી જાય નહીં પણ અંત સુધી રહે અર્થાત તે અવધિજ્ઞાન–પરમ અવધિરૂપ થઈ અંતે કેવળજ્ઞાનમાં પરિણત થઈ જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. મનુષ્ય અને તિર્યંચને આ અવધિજ્ઞાન વિશિષ્ટ પ્રકારની સાધના વડે જ્યારે અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય ત્યારે થાય છે. છ ભેદમાંથી કઈ પણ અવધિજ્ઞાન થઈ શકે. તેમાં પણ મિથ્યાત્વી જીવના અવધિજ્ઞાન ને અવધિઅજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન કહ્યું અને સમ્યફ જીવના અવધિજ્ઞાનને અવધિજ્ઞાન કહ્યું. દેવ અને નરક ગતિમાં ક્ષેત્ર સ્વભાવના કારણે એ ભૂમિમાં જન્મ લેતાની સાથે જ અવધિજ્ઞાન હોય છે. અંતરંગ કારણરૂપ અવધિજ્ઞાનાવરણીય ક્ષપશમ તે ખરો જ. પણ બહિરંગ કારણ માત્ર ત્યાં જન્મ થ તે જ, અહીં કોઈને પ્રશ્ન થાય કે દેવ તે ઘણાં પુણ્ય કરીને ત્યાં ઉત્પન્ન થયા હોય તેથી તેને અવધિજ્ઞાન હોય તે તે ઠીક ! પણ મહાપાપ કરી નરકમાં ઉત્પન્ન થતાં જીવને અવધિજ્ઞાન કેમ હોઈ શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં એક વાત તે એ સમજી લઈએ કે અવધિજ્ઞાન થવું તે પુણ્યનું પરિણામ નથી. પુણ્યશાળી જીવને અવધિજ્ઞાન થાય તેમ નથી. કારણ અવધિજ્ઞાન એ ઔદયિક ભાવ નથી પણ ક્ષયોપથમિક ભાવ છે. જ્ઞાનાવરણયના ક્ષયોપશમથી જ્ઞાન થાય, પુણ્યના ઉદયથી નહીં. તેથી દેવને અવધિજ્ઞાન હોય તે પુણ્યના કારણે નહીં પણ તે ક્ષેત્રના સ્વભાવે. હવે નારકીને