________________ 92 હું આત્મા છું ત્રણે ય કાળના જ્ઞાની પુરુષ, પછી તે અપૂર્ણજ્ઞાનની દષ્ટિએ મતિશ્રુત જ્ઞાની હોય કે સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ કેવળજ્ઞાની હેય પણ તેઓ એક જ માગે એ જ્ઞાન પામ્યા. જ્યારે નિજ સ્વરૂપનું લક્ષ્ય થયું, દેહાત્મ બુદ્ધિ ટળી. હું આત્મા છું” એ સિવાય કશું જ નહીં. દેહ, ઈનિદ્ર, મન, ચિત્ત કે બુદ્ધિ તે હું નહીં એવી સચેટ શ્રદ્ધા આત્મસાત્ થઈ ત્યારે જ મિથ્યાત્વને ટાળી સમ્યકત્વ પામ્યા. સમ્યફદર્શનની સાથે જ્ઞાન પણ સમ્યગુ ત્યારે જ થયું. આખા યે વિશ્વના પદાર્થોને બાહ્ય ભાવે જાણતે જીવ જ્યાં સુધી નિજ આત્માને ન જાણતો હોય ત્યાં સુધી તે અજ્ઞાની છે. પણ એક આત્માને જાણી લીધે તેણે બધું જ જાણું લીધું. તેને બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે— जे एगं जाणइ से सव्व जाणइ। જે એકને જાણે છે તે સર્વને જાણે છે. પણ એમ ન કહ્યું કે આખા જગતને જાણું લે તે એક આત્મા જણાઈ જશે. તે જેણે આત્માને જાણે તે જ્ઞાની. તે સમ્યકજ્ઞાની. જેણે સર્વથા મેહનીય ક્ષય કરી વીતરાગતા પ્રાપ્ત કરી તે સંપૂર્ણ જ્ઞાની. કેઈ કહે અમારા દેવને અમુક મેહ-મમત્વ તે છે છતાં ય સર્વ છે તે તે જૂઠા. મોહ અને સર્વજ્ઞતા સાથે રહી જ ન શકે. સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા માટેનું એક માત્ર માર્ગ મેહને સર્વથા અભાવ. જે મહિને સર્વથા નષ્ટ કરી શકે તે જ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકે. તે અપૂર્ણ જ્ઞાન તે સમ્યજ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન. આ બનેને પામવા માટેનો રાહ એક જ છે. ત્રણેય કાળમાં જેટલા જીવ પામી ગયા, પામે છે અને પામશે તે આ રાહે જ. હા, દેશ-કાળના ભેદથી બાહા કિયા-આચારોમાં અંતર હોય, પણ અંતરંગ પરિણતિમાં ક્યાંય અંતર નથી. જ્ઞાની પુરુષો આ કરી ગયા, આ રીતે જ સાધી ગયા અને આપણા માટે એ જ પથ પ્રશસ્ત કરતા ગયા. પરાની વિશાળતા દર્શાવતાં શ્રીમદ્જી આગળ શું કહે છે તે અવસરે...