________________ આગળ જ્ઞાની થઈ ગયા 91 મતિ-કૃત આદિ ચાર જ્ઞાન તે ક્ષયે પશમ ભાવી છે. તેથી તેમાં તરતમ ભાવ રહે, ઓછું-વધતું રહે. આવીને ચાલ્યા જવાપણું રહે. પણ કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે થાય. જેમાં કઈ ભેદ નહીં. કેઈનું કેવળજ્ઞાન એવું નહીં. આવીને ચાલ્યા જવાપણું નહીં. મતિ-કૃત આદિ ચારેય જ્ઞાન તેમાં સમાઈ જાય. એવું અનંત જ્ઞાન–સંપૂર્ણ જ્ઞાન–એવી સર્વજ્ઞતા. મતિ આદિ ચારે ય જ્ઞાન ગમે તેટલી વધુ માત્રામાં હોય પણ તે કેવળજ્ઞાનના અનંતમે ભાગ્યે જ હોય. આ પરથી ખ્યાલ આવે છે કે કેવળજ્ઞાનની અનંતતા કેટલી? વળી કેવળજ્ઞાન એક-અનંત અને અખંડ છે. તેમાં પ્રતિ સમયે આ જગતનાં સર્વ દ્રવ્ય-સર્વ પર્યાયે ઝલકે પદાર્થોની પર્યાયે નષ્ટ થવાની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં પડતા પર્યાનાં પ્રતિબિંબ પણ નષ્ટ થાય છતાં કેવળજ્ઞાન એટલું ને એટલું. અનંત ને અનંત. તે રંચ વધે નહીં કે રંચ ઘટે નહીં. એવું પૂર્ણતાને પામેલું જ્ઞાન તે કેવળજ્ઞાન. ઉપનિષદકારોએ પરમ બ્રહ્મ પરમાત્માની પૂર્ણતા માટે જે કલ્પના આપી છે. તે કેવળજ્ઞાનની અનંત પૂર્ણતાને બરાબર લાગુ પડે છે. ॐ पूर्ण मदः पूर्ण मिदम् पूर्णात् पूर्णमुदच्यते / पूर्णस्य पूर्ण मादाय पूर्ण मेवावशिष्यते // એ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લે તે પણ પૂર્ણ રહે. પૂણેમાં પૂર્ણને ઉમેરે તે પણ પૂર્ણ રહે. બસ, એવું જ અનંત છે કેવળજ્ઞાન. જગતના અનંત ? તેમાં ઝળકે તે પણ અનંત, અને ઝળકતાં ની અનંત પર્યાયે નષ્ટ થઈ જાય તે પણ અનંત. આવા એક-અનંત અખંડ કેવળજ્ઞાનને નમસ્કાર...! અહીં મતિ-શ્રુતથી શરૂ થતી આરાધના અને કેવળજ્ઞાનમાં પૂર્ણ થાય છે. આ જ્ઞાનમાર્ગ ત્રણે કાળમાં એક છે. અનંત ઉત્સર્પિણ-અવસર્પિણું વ્યતિત થઈ ગઈ પણ સર્વ કાળે જીવ આ ક્રમે જ, આ માર્ગે જ જ્ઞાન પામ્યો છે. બીજે કઈ માર્ગ નથી તેથી જ શ્રીમદ્જી કહે છે - આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હેય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કેય....૧૩૪.