________________ આગળ જ્ઞાની થઈ ગયા...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના સંપૂર્ણ જ્ઞાનદશાને જાગૃત કરે છે. જ્ઞાયક્તા એ આત્માને ગુણ, જગતના સર્વ યે આત્માના જ્ઞાનમાં ઝળકે. જ્ઞાન એ આદર્શ છે. અને યે આદર્શ માં પડતાં પ્રતિબિંબ છે. તેથી જ આત્મા જડ અને ચેતન સર્વ પદાર્થોને જાણે. આત્મામાં અનંત જ્ઞાનશક્તિ છે, સંસારી જીવની આ જ્ઞાનશક્તિ અવરાયેલી છે. જ્ઞાનાવરણીય કમેં આ શકિતને આચ્છાદિત કરી છે. જેમ જેમ કર્મનું આવરણ પાતળું પડતું જાય તેમ-તેમ જ્ઞાનશકિતને વિકાસ થતું જાય છે. જ્ઞાન, જ્ઞાન સ્વરૂપે એક હોવા છતાં ક્રમે ક્રમે વિકાસ પામતું હેવાથી, તેમજ વિષય અને સાધનની ભિન્નતા હોવાના કારણે જ્ઞાનના પાંચ ભેદ શ્રી નન્દી સૂત્રમાં શ્રી પ્રભુએ ફરમાવ્યા છે. नाण पंचविह पन्नत्त, तजहा-आभिणीबोहिय नाण, सुयनाण, ओहिनाण, मणपज्जधनाणं केवलनाण / 1. આભિનિબંધ-મતિજ્ઞાન, 2. શ્રુતજ્ઞાન, 3. અવધિજ્ઞાન, 4. મન પર્યાવજ્ઞાન, 5. કેવળજ્ઞાન. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન, પાંચ ઈદ્રિય અને છઠ્ઠા મનની સહાયથી થાય છે. પ્રથમ મતિજ્ઞાન. પાંચ ઇન્દ્રિય અને મનથી ગ્રહણ કરાયેલ વિષય બૌધિક ધારણામાં બની રહે છે, એટલે કે બુદ્ધિ જેને ધારી રાખે તે મતિજ્ઞાન અને એ જ પાંચ ઇન્દ્રિય અને મનથી, શબ્દાલેખ સહિત અર્થાત્ શાસ્ત્ર-આગમ ગ્રન્થોના આધારે, ઉપદેશ વગેરેથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન.