________________ 74 ' હું આત્મા છું કાળ પાકે ત્યારે જ એટલા રીલ બહાર આવે અને તેમાંથી વસ્ત્ર વણાય. વળી જો એ તંતુની ભવિતવ્યતા હોય તે જ વસ્ત્ર તૈયાર થાય અન્યથા કેઈ કારણે એ અધૂરૂં પણ રહી જાય. મશીન ખરાબ થઈ જાય, કેટલાક રીલને સૂતરમાં એ ભવિતવ્યતા ન હોય તે એ કદી વસ્રરૂપ થાય નહીં. જે માણસ વસ્ત્ર વણી રહ્યો છે તેને “પુરુષાર્થ જોઈએ. બધી સામગ્રી તૈયાર હોવા છતાં જે પુરૂષાર્થ થાય જ નહીં તે વસ્ત્ર વણાય નહીં. અને એ વસ્ત્ર બની ગયા પછી પણ તેને ભેગવનારનાં કર્મ જોઈએ. . જે કર્મ ન હોય તે વસ્ત્ર આવીને પડ્યું હોય છતાં ભેગવી ન શકે. આમ એક વસ્ત્રમાં પાંચ સમવાય કારણ હેય. આજ રીતે જીવના વિકાસમાં પાંચ કારણે કામ કરે છે–વિનય-વિજયજી ઉપાધ્યાય કહે છે નિયતિ વશે હળુ કરમી થઈને નિગોદ થકી નિકળી પુણ્ય મનુષ્ય ભવાદિ પામી સદ્દગુરુને મળી. ભવસ્થિતિને પરિપાક થયે તવ પંડિત વીયર ઉલ્લસિ, ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસિયે, પ્રાણી! સમકિત મતિ મન આણે, નય એકાંત ન તાણે રે.. અનાદિથી નિગદમાં પડેલે જીવ “ભવિતવ્યતાના ગે હળુકમી થાય અને નિગોદની બહાર નીકળી બાદર એકેન્દ્રિય, વિગલેન્દ્રિય, અસંસી પંચેન્દ્રિય આદિ યોનિઓમાંથી પાસ થત-થતો આગળ વધે, તે પછી પુણ્ય કર્મ” ના ચેગ થતાં મનુષ્યજન્મ પામે. સદ્દગુરુને વેગ પામે. શાસનું શ્રવણ મળે અને એ થતાં થતાં ભવસ્થિતિ પાકતાં કાળના યોગે એનું આત્મવીય ઉલ્લસિત થાય એટલે કે પુરુષાર્થ કરવા પ્રેરાય, અંતે એ જીવમાં રહેલ “સ્વભાવીરૂપ ભવ્યત્વના કારણે તે મેક્ષ પામે. આમ નિગદથી શરૂ કરી, મેક્ષ સુધીની યાત્રામાં જીવ પાંચે સમવાયના વેગે, ક્યારેક એક તે ક્યારેક બીજા સમવાયના બળવાનપણાના કારણે લક્ષ્યને પામી જાય છે. માટે જ કઈ પણ એક કારણથી મેક્ષ થશે એવા ભ્રમમાં રહેનારને મોક્ષ કદી ન થાય. માટે જ શ્રીમદ્જીએ અહીં કહ્યું કે ભવસ્થિતિનું નામ લઈને આત્માર્થની આરાધના છોડી ન.