________________ તે નિશ્ચય નહીં સાર વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સભ્યદર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના દ્રવ્ય-ભાવે બંને પ્રકારે થાય ત્યારે જ સંપૂર્ણ બને, અન્યથા એ અધૂરી રહે. દ્રવ્ય તથા ભાવ બન્નેને યથાર્થ રૂપે સાપેક્ષ દષ્ટિએ સમજવા જોઈએ. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં જ એકાંત જ્ઞાન અને એકાંત ક્રિયાને માનનાર શુષ્કજ્ઞાનવાદી તથા જડકિયાવાદીને ઉલ્લેખ કરી શ્રીમદ્જીએ એ બને ભૂલેલા છે, ભ્રમમાં છે એમ બતાવ્યું. ભૂલેલે જીવ ધારેલા ધ્યેયને વરી શક્તો નથી. માર્ગે ચાલતા જીવે માર્ગની પૂરેપૂરી સાવધાની રાખવી જરૂરી હોય છે. ચાહે સંસાર માર્ગ હોય, ચાહે મોક્ષમાર્ગ હોય. ચાહે પગદંડી હેય, ચાહે ધેરીમાર્ગ હોય પણ કયાંય દિશાચૂક ન થઈ જાય તે માટે અત્યંત સતર્ક રહેવું જ પડે. જે જરા પણ ચૂકાય તે કયારેક એવું બની જાય કે દક્ષિણમાં ચાલતે માનવ પૂર્વ તરફ ચાલવા માંડે. અને તેના ગંતવ્યથી વધુને વધુ દૂર થતું જાય. માટે એક-એક ગ સંભાળીને ઉપાડવું પડે. અધ્યાત્મક્ષેત્રે ચાલતા જીવને પિતાને માર્ગ તપાસીને પછી જ પગ ઉપાડાય અને ઉપાડયા પછી પણ ક્યાંય ચૂક્ત નથી તેની પૂરેપૂરી સાવધાની રાખવી જરૂરી. આવી સાવધાની સતત જળવાઈ રહે માટે શ્રીમદ્જી સાધક જીવને ચેતવે છે - નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નાય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય...૧૩૧...