________________ 79 તે નિશ્ચય નહીં સાર પંચમુષ્ઠિ લેચ કર્યો. મહાવ્રતનું પાલન કર્યું. વિહાર આદિ ચર્યાઓનું પાલન કર્યું. એક પણ વ્યવહારને અપલાપ કર્યો નથી. માટે આપણું જેવા સામાન્ય છે માત્ર નિશ્ચયની વાણી સાંભળી હું શુદ્ધ-બુદ્ધ છું. મારે કંઈ કરવાની જરૂર નથી, એમ કહી વ્રત-નિયમ-પ્રત્યાખ્યાન છેડી દે એ કેમ ચાલે ? બંધુઓ ! માફ કરજે ! પણ કેટલાક તે એવું સમજતા અને સમજાવતા થઈ ગયા છે કે વ્રત-નિયમ એ આશ્રવનું કારણ છે ! પણ હું એમને પૂછું છું કે વ્રત-નિયમ આશ્રવનું કારણ તે અવ્રત અને સ્વચ્છેદ તે શાનું કારણ? સંવરનું? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે અવત-સ્વચ્છેદી થઈને વત્યે જાય તેને સંવર થાય ! અરે ! વિચારો તે ખરા ! વ્રતનિયમ યથાર્થ થાય તે સંવરનું જ કારણ હેય ! અવતને આશ્રવ જાય અને વ્રતરૂપ સંવર થાય. પણ વ્રત-નિયમ યથાર્થ ન થાય, તે પણ પાપ આશ્રવ તે અટકે ને ? પુણ્યને આશ્રવ ન થવા દેવા માટે, પાપના આશ્રવને પણ ન રોકવે ? એ કયાંને ન્યાય ? બંધુઓ ! બહુ ભૂલાવામાં છીએ. આવું સાંભળી, વ્રત-નિયમને આશ્રવનું કારણ સમજી, તેને અપલાપ કરીશું તે સંસાર જ વધશે ! મોક્ષ તે હશે તેનાથી પણ દૂર જશે, એ સમજવું ભૂલશે નહીં ! તેથી જ શ્રીમદ્દજી કહે છે નિશ્ચયના લક્ષે સાધન કરવાનાં જ છે. સાધનને અપલાપ ન કરશે. નિશ્ચયનું જ્ઞાન જરૂરી છે. તે વ્યવહારનું આચરણ જરૂરી છે. માત્ર નિશ્ચયને જાણ વ્યવહાર છેડી દેશો તે પણ ભૂલમાં અને વ્યવહાર કરતા રહી નિશ્ચયનું લક્ષ્ય નહીં રાખો તે પણ ભૂલમાં ! મારે આત્માની શુદ્ધિ અર્થે રાગ-દ્વેષને ક્ષય કરે છે અને એ માટે વ્રત-નિયમ-સંયમનું પાલન કરવું છે. આ બન્નેને યથાર્થ રીતે સમજવા માટે જ આ શાસ્ત્રની રચના થઈ છે. તેઓ કહે છે - નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ એકાંતે વ્યવહાર નહિ, બને સાથે રહેલ૧૩૨ ગમતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર...૧૩૩.