________________ આદિપે એ જનમ-મરણ કરીને આવ તથા તે નિશ્ચય નહીં સાર 77 નિશ્ચય નય કહે છે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન-નિરાકાર છે. એક, અસંગ અને અખંડ છે. જે સિદ્ધને આત્મા તે સહુને આત્મા. આ અભિપ્રાય ખોટો નથી. પરમ શુદ્ધ નિશ્ચય નયથી આત્મા આવે જ છે. પણ વ્યવહારમાં જ્યાં સુધી જીવ સંસારી છે, સિદ્ધ થતું નથી, ત્યાં સુધી તેને ઓળખવા માટે વ્યવહારના આલંબને જ ઓળખાય. શુદ્ધબુદ્ધનિરંજન-નિરાકાર હોવા છતાં કમ સંગે મલિન છે, અજ્ઞાની છે. કેઈને કેઈ દેહાકૃતિ ધારણ કરી છે. અનેક જીવ તથા અનેક પુદ્ગલને સંગ છે. વારંવાર જન્મ-મરણ કરે છે. અને તેથી જ આત્મા મનુષ્ય-દેવ આદિરૂપે ઓળખાય છે. સંસારી જીવને ઓળખવા માટે ચારમાંથી કઈ એક ગતિરૂપ તે તેને કહેવું જ પડે. વાસ્તવમાં આત્મા મનુષ્ય નથી પણ તેણે ધારણ કરેલે દેહ માનવને છે. વ્યવહારમાં આવા શબ્દ-પ્રયાગ કરીએ છીએ. પાણીને ઘડે કહે કે ઘીની બરણ કહે. તે વાસ્તવમાં ઘડો માટીને છે પણ તેમાં પાણી ભર્યું છે તેથી તેને પાણીને ઘડો કહ્યો. બરણે કાચની છે પણ તેમાં ઘી છે તેથી તેને ઘીની બરણી કહી. એ જ રીતે આત્મા, આત્મા જ છે. મનુષ્ય દેહ ધારણ કર્યો છે માટે તે મનુષ્ય કહેવાય. આવા અનેક વ્યવહારો જીવનમાં ચાલે છે જે સમજવા માટે છે. આ સમજ્યા પછી સાધક આત્માએ વિચારવાનું એ છે કે નિશ્ચયથી આત્મા શુદ્ધ-બુદ્ધ હોવા છતાં તેની વર્તમાન પર્યાય અશુદ્ધ છે. તેને શુદ્ધ કરવા માટે, આત્મામાં રહેલ કર્મની મલિનતાને દૂર કરવા માટે સાધન કરવા જરૂરી છે. જે સાધનને વ્યવહાર નહીં થાય તે આત્મા ક્યારેય શુદ્ધ નહીં થાય ! સાધન શું ? આત્માના પરમ શુદ્ધ સ્વરૂપને લક્ષ્ય કરાતે બાહ્ય વ્યવહાર જેવાં કે સંયમ-પાલન, સત્સંગ, રત્નત્રયની આરાધના વગેરે સાધન છે. આ સાધન વડે સાધના થતી જશે તેમ-તેમ પરંતુ કેટલાક આગ્રહી જીવે આત્માનું સ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયે જે બતાવ્યું, તેને માની લઈ એવી પકડ કરે કે હું તે શુદ્ધ, અસંગી સદા નિર્વિકારી છું. મારા સ્વરૂપમાં લેશ માત્ર મલિનતા નથી તે મારે શું