________________ '78 હું આત્મા છું જરૂર છે સંયમની? વ્રત–નિયમોની? પ્રત્યાખ્યાન આદિની ? અને આવા છ સ્વચ્છંદી બની જાય. જીવનમાં તપ-ત્યાગ કે સંયમને ઉતારે નહીં . અને વાત કરે મેક્ષની ! તેઓનાં જીવન વિકૃત થઈ જાય. બંધુઓ ! નિશ્ચયના લક્ષ્ય પહોંચી ગયેલે જીવ સાધનને છોડી દે સાધનને છોડવાનું જ મિનિટે સાધન માંથી હદ મા સહજ ત્યાગ-સંયમમય જ થઈ ગયું હોય. તેને ઉપરથી સંયમનાં વ્રતનું આરે પણ કરવાની જરૂર ન રહે. પણ જે લક્ષ્યને પહોંચ્યું નથી તેણે એક પણ સાધન છોડાય નહી. જે વગર સમજે છેડી દે તે દશા બહુ બુરી થાય. તમે ટ્રેઈનમાં બેસી મદ્રાસથી મુંબઈ જઈ રહ્યા છે. નિશ્ચય નયના વિચારે ચડ્યા અને તમને લાગ્યું કે સાધનની જરૂર નથી અને અધી રાત્રે જંગલમાં ઉતરી પડો તે શું દશા થાય ? અરે ! ટ્રેઈન તે ઠીક પણ પલેનમાં બેઠા છે અને નિશ્ચય નય સાધનને છોડવાનું કહે છે એવું ઊંધું સમજી, આ જ મિનિટે સાધન છોડી દેવું છે એમ વિચારી લેનમાંથી કૂદકે મારે તે લક્ષ્ય પહેચી જવાય ને ? કે પછી કે “રામ બેલો ભાઈ રામ’ કરવાવાળાની પણ જરૂર ન રહે ? | વિચારો બંધુઓ ! ભૌતિક જીવનમાં સાધન ત્યારે જ છેડીએ છીએ કે ધારેલી મંઝિલે પહોંચી જઈએ. કેઈના લગ્નમાં ગયા છે. સુંદર વસ્ત્ર–આભૂષણે પહેર્યા હોય ! ક્યાં સુધી પહેરી રખાય ? લગ્નની વાડીમાં હો ત્યાં સુધી લગ્ન પતી જાય અને વાડીની બહાર આવી બધુ ઉતારી નાખે કે ઘરે પહોંચ્યા પછી ? આવા તે જીવનના અનેક વ્યવહારે છે. અને આમાં આપણી સમજણ પૂરેપૂરી કામ કરે છે. બસ, આ જ રીતે અધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં જ્યાં સુધી લક્ષ્યને પહોંચ્યા નથી. ત્યાં સુધી વ્યવહાર છોડે નથી. એવીશ તીર્થકરોમાંથી કેટલાકને દીક્ષા લીધા પછી બે-ત્રણ -ચાર મહીને કેવળજ્ઞાન થયું છે. તેઓ જાણતા જ હશે ને કે અમુક સમયે કેવળજ્ઞાન થવાનું છે તે તેઓને ઘર-બાર છોડી દીક્ષા લેવાની શી જરૂર હતી ? ચરમ શરીરી આત્મા કેટલી બધી પૂર્વની તૈયારી કરી પધાર્યા હશે છતાં ચારિત્ર લીધું.