________________ ભવ સ્થિતિ આદિ નામ લઈ 75 દેશો. પુરુષાર્થ તે કરવાનું જ છે. આપણે જાણતા નથી કે આપણે કેટલે પુરુષાર્થ કરવાનું બાકી છે? આગળ બતાવ્યું તેમ મહાવીર જેવા ચરમ શરીરી જીવને, તીર્થકરત્વ જેવી જબરદસ્ત ડ્યતા લઈને આવેલ આત્માને પણ આટલે પુરુષાર્થ કરવાને હવે તે આપણે કેટલે હશે તેની કયાં ખબર છે ? માટે કઈ પણ પ્રકારના બહાના વગર અંતરંગમાં મોક્ષને પામવાની પ્રબળ ઈચ્છા જાગૃત કરી લઈએ અને તે અનુસાર પુરુષાર્થ પણ કરીએ તે જ મેક્ષ પ્રાપ્ય છે. અહીં શ્રીમદ્જી જીવની એક પછી એક ભૂલ સૂચવી રહ્યા છે. તથા એકાંત માન્યતાઓમાં મુંઝાયેલા જીવને મુંઝવણમાંથી બહાર કાઢી રાહ બતાવી રહ્યા છે. હવે પછી એકાંત વ્યવહાર કે એકાંત નિશ્ચય કાર્યકર નથી પણ બનેના સમન્વયાત્મક દ્રષ્ટિકોણ જ જીવને ઉપકારી છે તે અવસરે.