________________ ભવ સ્થિતિ આદિ નામ લઈ 73 પાણી ન મળ્યાં. મહાવીર, જેના ચરણમાં ત્રણ લેક છાવરી દેવેઅને ઇન્દ્રો તેમની સેવામાં હાજર છતાં ભરવાડે કાનમાં ખીલા ઠેકયા. ચંદનબાળા જેવી રાજકુમારીને ચૌટામાં વેચાવું પડયું. આ બધાંનું કારણ કર્મ. એક ભૂખે ઉંદરડી ફરતા-ફરતે એક ઘરમાં આવે, ત્યાં એક કરંડિયે છે. તેમાં કંઈક ખાવાનું હશે એમ સમજી કરંડિયાને કોતરવા માંડયો, તે અંદરથી ખીજાયેલે સાપ નીકળે અને ઉંદરડાને સ્વાહા કરી ગયે. આ કર્મ. પાંચમું કારણ પુરુષાર્થ. પુરુષાર્થ વિના કંઈ મળતું નથી. સીતાનું અપહરણ થયું. રામે પુરુષાર્થ કરી લંકા પર વિજય મેળવ્યો, અને સીતાને છોડાવી. જે પુરુષાર્થ ન કર્યો હોત તે સીતા કદી રાવણના સકંજામાંથી મુક્ત ન થઈ હોત. તલમાં તેલ તે છે પણ તેને પીલવાને પુરુષાર્થ થાય તે જ તેલ નીકળે. નાની એવી વેલડી વૃક્ષ પર ચઢે છે અને પિતાને વિકાસ કરે છે તે પણ પુરુષાર્થ દ્વારા જ. વ્યવહાર પણ પુરુષાર્થની મહત્તા બતાવતાં કહે છે કે ટીપે-ટીપે સરોવર ભરાય અને કાંકરે-કાંકરે પાળ બંધાય. પુરુષાર્થ વિના ધનસંપત્તિ, વિદ્યા, સુખ, યશ–કિતી કશું જ મળતું નથી. માટે પ્રત્યેક કાર્ય માટે પુરુષાર્થ જરૂરી છે. આ પાંચે ય કારણો જ્યારે ભેગાં થાય ત્યારે કાર્ય બને છે. કોઈ એક કારણથી કાર્ય બની જતું નથી. હા, એમ બને કે પાંચમાંથી એક કારણ મુખ્ય હોય અને બીજાં ગૌણ હેય પણ બીજા કારણેને સદંતર અભાવ હોય એવું ના બને. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કહ્યું છે - એ પાંચે સમુદાય મન્યા વિણ, કેઈ ન સા કાજ જેમકે : સૂતરના તારથી વસ્ત્ર બને છે. તે તેને “સ્વભાવ છે. જ્યારે તેને કાળ પાકે ત્યારે જ સૂતરમાંથી વસ્ત્ર વણાય. તમારા ગોડાઉનમાં સૂતરનાં રોલે ઘણા સમયથી પડયા હોય તેમાંથી જેને-જેને જ્યારે