________________ 72 આત્મા છું વાળ કેમ નથી ઉગતા? આ તેને સ્વભાવ છે. તેમજ લીમડાના વૃક્ષ પર કેરી અને કેરીનાં વૃક્ષ પર લીબળી કેમ ન આવે ? બને પાસે પાસે જ વાવ્યાં હેય. એક સરખું જ ખાતર પાણી, હવા, પ્રકાશ મળતાં હાય. છતાં આંબામાં કેરી અને લીમડામાં લી બળી જ આવે ! મેરનાં પીછાં રંગબેરંગી અને કલાયુક્ત કેમ? કેણે આવાં સુંદર ચીતર્યા? બેરડીને કાંટે બીજા બધા જ કાંટા કરતાં તીક્ષણ કેમ? પર્વત સ્થિર અને વાયુ ચંચળ કેમ? સૂર્ય પૂર્વમાં જ ઉગે અને પશ્ચિમમાં જ આથમે એમ કેમ? આ બધા જ પ્રશ્નોનું સમાધાન માત્ર એક જ શબ્દ અને તે “સ્વભાવ તે-તે પદાર્થોને તે જ સ્વભાવ. ત્રીજું કારણ ભવિતવ્યતા-નિયતિ. જેની જેવી ભવિતવ્યતા હોય તેમ જ થાય. આંબા પર મોર તે ઘણે આવે પણ કેટલાક ખરી જાય અને કેટલાકમાંથી કેરી બને. બધે જ મર કેરી કેમ ન બને? કેટલીક કેરી ખાટી અને કેટલીક મીઠી કેમ? મનમાં જે વિચાર્યું ન હોય, ઈછયું ન હોય એવા સંગે વસ્તુ કે વ્યક્તિ મળી જાય છે અને જે ઈચ્છતા હોઈએ તે ન પણ મળે, હોય. ચારે બાજુ શસ્ત્ર ફેંકાતા હોય તેમાંથી ઉગરીને ઘરે પાછા આવે; અને એક ઘરમાં બેઠે બેઠે હાર્ટએટેક આવે ને ખલાસ થઈ જાય ! અરે ! એક માણસ પ્લેનના ભયંકર અકસ્માતથી બચી જાય. જેમકે આપણા મેરારજીભાઈ અને એક માણસને ઠેકર વાગે ને પ્રાણ ઊડી જાય ! આ બધાં કાર્યોમાં કામ કરે છે ભવિતવ્યતા. જેની જેવી ભવિતવ્યતા હોય તેમ થાય. ચોથું કારણ કર્મ. જેનાં જેવાં કર્યો હોય તેવું ફળ તે પામે છે. અનાદિથી જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. સંસારમાં સુખદુઃખ ભોગવ્યા કરે છે. રામ જેવા મહાપુરુષને 14 વર્ષ વનમાં રહેવું પડયું. અને સીતા જેવી સતી માથે કલંક આવ્યું. ભગવાન આદિનાથ જેઓ અસીમ પુ લઈને જનમ્યા હતા. આદિ તીર્થકર થયા, આદિ ભૂપ થયા. છતાં દીક્ષા લઈને એક વર્ષ સુધી અન્ન