________________ ભવ સ્થિતિ આદિ નામ લઈ કાળની મુખ્યતા હોય અને અન્ય ચાર કારણે ગૌણતાએ હય, પણ હોય તે ખરાં જ. કાળની મુખ્યતા દેખાય એવાં કાર્યો જેમકે : એક સ્ત્રીના ગર્ભમાં બાળક આવ્યું. તે તેના સમયે જ જન્મે તે પહેલાં કે પછી નહીં. અને કયાંક પહેલાં કે પછી જન્મે છે તે અપવાદ હોય. વૃક્ષ માટે બીજ વાવ્યું એ બીજને પણ જેટલે સમય જોઈએ તેટલે લીધા પછી જ અંકુરિત થાય, પહેલાં નહીં. એ જ રીતે આંબાનું બીજ આજે વાવ્યું અને આ વર્ષે જ તેનાં ફળ ન મળે. કેટલાંક બીજ તત ફળે છે. દૂધમાં મેળવણ નાખી જમાવે તે તેના સમયે જ દહીં થશે, તાત્કાલિક નહીં. જરૂર હોય કે વસંતમાં શરદની જરૂર હોય તે એ આવે નહીં. તેને સમય થતાં જ આવે ! અરે! તીર્થંકર પરમાત્મા જેવા અનંત વીર્યના માલિકને મૃત્યુ પણ નિશ્ચિત સમયે આવે જ. એક સમય માત્ર પણ મૃત્યુ આથું પાછું થઈ ન શકે. આપણા ઇતિહાસમાં એ વાત આવે છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ભસ્મગ્રહ બેસવાને હતે. ઈન્દ્રોને જાણ થતાં, તેઓ પ્રભુ પાસે આવી, પ્રાર્થના કરે છે " પ્રત્યે ! ભસ્મગ્રહ બેસવાની તૈયારી છે. આપ બે ઘડીનું આયુષ્ય વધારી દે ! આપની હયાતીમાં જે ગ્રહ બેસી જશે તે જૈન ધર્મ પર આપત્તિ નહીં આવે. પણ આપ નિર્વાણ પધારી ગયા પછી ગ્રહ બેસશે તે જૈન ધર્મ ઘણું સહન કરવું પડશે. ધર્મની પડતી થશે !" મહાવીરે જવાબ આપે " હે ઇન્દ્ર ! આયુષ્યમાં બે ઘડી તે શું ?" એક સમય પણ હું વધારી શકતે નથી ! એ મારા હાથની વાત નથી ! કાળ પિતાનું કામ કરશે જ કાળ નિશ્ચિત હતું. તે સમયે જ આવ્યું. તે આ બધા જ કાર્યોમાં કાળની મુખ્યતા દેખાય છે. બીજું કારણ સ્વભાવ. વસ્તુને સ્વભાવ જેવો હોય તે જ રહે તેમાં પરિવર્તન ન થઈ શકે. સ્ત્રીને મૂછ કેમ નથી ઉગતી ? કે હથેળીમાં