________________ ભવ સ્થિત આ નામ લઈ. વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના અનાદિની ભૂલને ટાળી સત્ય સમજણ આપે છે. જેની આત્મબ્રાંતિ ટળી જાય છે તે પુરુષાર્થનાં સત્ય રાહે ચડી જાય છે. વિના પુરુષાર્થ સિદ્ધિ નથી. જીવને જાગૃત કરી, પુરુષાર્થની પ્રેરણા આપતાં શ્રીમદ્જી ફરમાવે છેજે ઈરછે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવ સ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ..૧૩૦. જે પરમાર્થની ઈચ્છા ખરેખર હોય છે, તેને રેગ્ય પુરુષાર્થ જોઈએ. પ્રથમ તે વિચારવું એ ઘટે કે ઈચ્છા છે કે નહીં? ભવનાં બ્રમણથી થાક્યા છે અને હવે સંસાર નથી જોઈત એવી પ્રબળ ઈચ્છા જાગે તે જ આત્મવીર્યનું ફૂરણ થાય. કહ્યું પણ છે જ્યાં ચાહ ત્યાં રાહ.” ઈચ્છા હોય તે રાહ મળ્યા વિના રહે જ નહીં. ઈચ્છા તે સંસારની હેય અને મુખેથી વાતે મેક્ષની થતી હોય તે શું વળે? સંસાર જ મળે. મોક્ષનો માર્ગ મળે નહીં. મોટા ભાગના માન અંતરંગની પ્રબળ અભિલાષાવાળા હોતા નથી. અને પછી કહે શું કરીએ ? અમારે તે મેક્ષ જ જોઈએ છે, મોક્ષ વિના બીજું કશું જ નથી જોઈતું. પણ આ કાળમાં મેક્ષ નથી તેથી અમારાથી પુરુષાર્થ પણ થતું નથી. વળી આવા દુષમકાળમાં આત્માર્થ જાગે ક્યાંથી? મેહનીય આદિ કર્મો કેટલાં સતાવે છે ? આ કાળ જ એ છે કે અહી મેહનીયને